Papaya For Women: પપૈયું ખાવું પેટ અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મહિલાઓએ પણ કાચા પપૈયાનું સેવન હિતકારી છે.  ડાયટમાં સામેલ કરવું જોઈએ. તેનાથી પીરિયડ્સના દુખાવામાં આરામ મળે છે.જાણીએ બીજા અન્ય ક્યાં ફાયદા છે.


પપૈયું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ફળ છે. તમે પપૈયું પાકું અને કાચું બંને ખાઈ શકો છો. પપૈયું ખાવાથી શરીરને ગંભીર રોગોના જોખમથી બચાવે છે. તમે પાકેલા પપૈયાને ફળ તરીકે ખાઈ શકો છો. બીજી તરફ, તમે કાચા પપૈયાનો સંભારો શાક બનાવીને પણ ખાઇ શકો છો.  પપૈયા પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન, એન્ઝાઇમ, પોષક તત્વો મળી આવે છે, જે પેટની સમસ્યાઓ દૂર કરે છે. કાચા પપૈયામાં વિટામિન A, C, E, B અને મેગ્નેશિયમ, પોટેશિયમ જેવા ખનિજો મળી આવે છે. આવી સ્થિતિમાં તમારે પપૈયાનું સેવન ચોક્કસ કરવું જોઈએ. ખાસ કરીને મહિલાઓએ તેમના આહારમાં પપૈયાનો સમાવેશ કરવો જ જોઈએ. મહિલાઓને પપૈયું ખાવાથી ઘણા ફાયદા થાય છે.


કેવી રીતે કાચા પપૈયાનું કરવું સેવન


પપૈયાના કોફતા અને તેનો સંભારો બનાવીને તેમજ કચુંબરમાં મસાલો નાખીને પણ આપ કાચા પપૈયાનું સેવન કરી શકો છો. જે પોષણયુક્ત હોવાની સાથે સ્વાદિષ્ટ પણ એટલી જ લાગે છે. આ સિવાય પપૈયાને બાફીને પણ ખાઇ શકાય છે. આપ તેને દાળ અને બટાટા સાથે મિક્સ કરીને પણ ખાઇ શકો છો.


કાચા પપૈયા ખાવાના ફાયદા



  • કાચું પપૈયું ખાવાથી મહિલાઓને દર મહિને પીરિયડ્સના દુખાવામાં આરામ મળે છે. આનાથી શરીરમાં ઓક્સીટોસિન અને પ્રોસ્ટાગ્લેન્ડિનનું સ્તર વધે છે જે પીડા ઘટાડે છે.

  •  કાચું પપૈયું ખાવાથી અથવા તેનો રસ પીવાથી શરીરમાં ઈન્સ્યુલિનની માત્રા બરાબર રહે છે.

  • કાચું પપૈયું ખાવાથી શરીરને ભરપૂર માત્રામાં ફાઈબર મળે છે. જે  કબજિયાતની સમસ્યાને દૂર કરે છે અને પાચનમાં સુધારો કરે છે.

  • કાચા પપૈયાના સેવનથી ઇમ્યુનિટી મજબૂત બને છે. શરદી ખાંસીની સમસ્યાથી પણ રક્ષણ મળે છે.

  • બાળકને ફિડીંગ કરાવતી મહિલાઓએ અવશ્ય કાચા પપૈયાનું સેવન કરવું જોઇએ, કાચુ પપૈયુ દૂધની માત્રા વધારે છે.


  Disclaimer: એબીપી ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.