Undergarments with lock and chain: પશ્ચિમી જીવનશૈલી નિષ્ણાતો અને ફેશન ડિઝાઇનરોનું કહેવું છે કે, તે કોઈ રહસ્ય નથી કે નવીનતમ સ્ટાઇલિશ અને રંગબેરંગી ડિઝાઇનર અન્ડરગાર્મેન્ટ્સ તમારી ખાનગી પળોને વધુ રોમાંચક બનાવે છે. આ પાસાને ધ્યાનમાં રાખીને એક મોડેલે આવું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું, જેની થીમ જોઈને લોકોના હોશ ઉડી ગયા. હકીકતમાં આ મોડેલ દ્વારા પહેરવામાં આવેલા સુંદર અને સ્ટાઇલિશ ઇનરવેરને તાળું મારવામાં આવ્યું હતું. સનસનાટીભર્યા ફોટોશૂટે સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી અને આ ખાસ અન્ડરગાર્મેન્ટની તસવીર નેટીઝન્સમાં વાયરલ થઈ રહી છે.
શંકાસ્પદ લોકો માટે પહેલી પસંદ
એવું કહેવામાં આવી રહ્યું છે કે, તાળાઓ અને ચાવીઓ સાથેનું આ અંડરગારમેન્ટ શંકાસ્પદ લોકોની પહેલી પસંદ બની ગયું છે. મતલબ જે લોકોને લાગે છે કે તેમનો પાર્ટનર વફાદાર નથી તેમના માટે આ ડ્રેસ પરફેક્ટ છે. કારણ કે, આવી માનસિકતા ધરાવતા લોકો તેને પહેરીને પોતાના પાર્ટનરને નાથી શકે છે. જેથી અન્ય કોઈ તેને ખોલી ન શકે. આ ડ્રેસ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. લોકોને આ ડ્રેસનો ફેબ્રિક અને રંગ ખૂબ જ પસંદ પડી રહ્યો છે.
અલગ જ લેવલની ફેશન
'ડેઈલી સ્ટાર'માં છપાયેલા અહેવાલ મુજબ, ડ્રેસને લઈને ચાલી રહેલી ગપસપ ઉપરાંત તેને એક ખાસ હેતુથી લોન્ચ કરવામાં આવી છે. એક લિંગરી મોડલે સોશિયલ મીડિયા પર તેની પહેરેલી તસવીર શેર કરી છે. જે ફેશન નોવા દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. તેમના મતે, કંપની ફેશન અને વિચારના નવા સ્તર પર કામ કરી રહી છે. આથી તેને આ ડિઝાઇનર અવતારમાં રજૂ કરવામાં આવી હતી. જ્યારે તેને બનાવનાર કંપનીનું કહેવું છે કે, આ ખાસ અન્ડરગાર્મેન્ટ બેડરૂમના રોમાંસને મસાલેદાર બનાવવા માટે બનાવવામાં આવ્યું છે. બીજી તરફ, મોડલે પણ આ ડ્રેસ ખૂબ જ બોલ્ડ અને અલગ અંદાજમાં પહેર્યો હતો અને તેની કેટલીક સુપર હોટ તસવીરો ઇન્ટરનેટ પર પોસ્ટ કરી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો હતો.
કિંમત માત્ર સાડા ત્રણ હજાર
ફેશન નોવાએ પોતાના નવા અન્ડરગાર્મેન્ટની કિંમત 35 યુરો એટલે કે લગભગ સાડા ત્રણ હજાર રૂપિયા રાખી છે. હવે ઓનલાઈન શોપિંગ પર તમને ફક્ત બે જ રંગો મળશે, એક કાળો અને બીજો ગુલાબી. કંપનીએ મોડલને બેમાંથી કોઈપણ રંગ પસંદ કરવાની આઝાદી આપી હતી, પરંતુ આ સુંદર મોડલે ફોટોશૂટ માટે ગુલાબી રંગનું અન્ડરગાર્મેન્ટ પસંદ કર્યું હતું,. જેમાં તેના પેટની પાસે તાળું હતું. તાળાની ચાવી પણ ડ્રેસ સાથે આવે છે. સોશિયલ મીડિયા પર લોકો આ ડ્રેસને પાંચમાંથી પાંચ રેટિંગ આપી રહ્યા છે.
Lingerie : તાળુ મારી શકાય તેવા અંડરગાર્મન્ટની ધમાલ, ડેમો જોઈ ઉડી જશે હોશ
gujarati.abplive.com
Updated at:
02 Apr 2023 08:33 PM (IST)
પશ્ચિમી જીવનશૈલી નિષ્ણાતો અને ફેશન ડિઝાઇનરોનું કહેવું છે કે, તે કોઈ રહસ્ય નથી કે નવીનતમ સ્ટાઇલિશ અને રંગબેરંગી ડિઝાઇનર અન્ડરગાર્મેન્ટ્સ તમારી ખાનગી પળોને વધુ રોમાંચક બનાવે છે.
તસવીર સોશિયલ મીડિયા
NEXT
PREV
Published at:
02 Apr 2023 08:33 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -