Herbal Tea For Pcos: આપણામાંની મોટાભાગની સ્ત્રીઓ સવારની શરૂઆત લગભગ કેફીનથી કરે છે. ચા કે કોફીના રૂપમાં કેફીન લેવાથી આપણને એવું લાગે છે કે દિવસની શરૂઆત સારી થઈ છે, પરંતુ એવું થતું નથી. ખરેખર, કેફીનનું સેવન કરવાથી તમારા આંતરડામાં વધુ બળતરા થાય છે આનાથી તમને આંતરડા અને હોર્મોનલ સમસ્યાઓ થઈ શકે છે. ત્યારે આજે અમે તમને એવી હર્બલ ટી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને મદદરૂપ નીવડશે.  તમે આજ સુધી હર્બલ ટી પીવાના ઘણા ફાયદા સાંભળ્યા હશે. પરંતુ શું તમે જાણો છો કે દરરોજ એક કપ હર્બલ ટી પીવાથી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે પરંતુ PCOS જેવા હોર્મોન્સ સંબંધિત સમસ્યાઓમાં પણ રાહત મળે છે. PCOS એટલે કે પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ એ હોર્મોન્સ સંબંધિત ગંભીર સમસ્યા છે. જેમાં મહિલાઓના શરીરમાં હોર્મોન્સનું સંતુલન બગડવા લાગે છે. આ સ્થિતિમાં મહિલાઓના શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધે છે અને એસ્ટ્રોજનનું ઉત્પાદન ઘટે છે. પોલિસિસ્ટિક અંડાશય સિન્ડ્રોમ ધરાવતી સ્ત્રીઓને શરીર પર અનિચ્છનીય વાળ, ગર્ભધારણની સમસ્યાઓ, અનિયમિત પિરિયડ્સ, ગાલ પર ખીલ, હિરસુટિઝમ, મૂડ સ્વિંગ તેમજ ચિંતા, તણાવ અને પેટની નીચેના ભાગમાં ચરબીમાં વધારો થઈ શકે છે. જો તમે પણ PCOSની સમસ્યાથી પરેશાન છો અને તેને મેનેજ કરવા માંગો છો, તો આ 3 પ્રકારની હર્બલ ટીને તમારી દિનચર્યામાં સામેલ કરો.


ફુદીનાની ચા


ફૂદીનાની ચા વધેલા ટેસ્ટોસ્ટેરોનના સ્તરને નિયંત્રિત કરીને હિરસુટિઝમમાં રાહત આપવામાં મદદ કરે છે. ઓવ્યુલેશનને વધારવાની સાથે સાથે તે એન્ડ્રોજનના સ્તરને પણ ઘટાડે છે. સ્વાસ્થ્ય સંબંધિત ફાયદાઓ મેળવવા માટે તમે દરરોજ સવારે ખાલી પેટે ફુદીનાનું સેવન કરી શકો છો.


આદુની ચા


આદુમાં હાજર એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ બળતરા સામે લડવામાં મદદરૂપ છે. આદુની ચા પીવાથી હોર્મોન્સનું નિયમન કરવામાં મદદ મળે છે. તે માસિકમાં થતું ખેંચાણ, મૂડ સ્વિંગ અને માથાનો દુખાવો જેવા લક્ષણોને ઘટાડવામાં મદદરૂપ છે. તમે સવારે અને સાંજે લીંબુ અથવા મધ સાથે આદુની ચાનું સેવન પણ કરી શકો છો.


તજની ચા


તે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં અને ઇન્સ્યુલિનનું સ્તર ઘટાડવામાં મદદરૂપ છે. તજની ચા પીવાથી વજન ઘટાડવામાં અને પીરિયડ્સને નિયમિત કરવામાં પણ મદદ મળે છે. તે કેફીન મુક્ત છે. તમે ગમે ત્યારે તેનું સેવન કરી શકો છો.