Women health:પોસ્ટપાર્ટમ ડિપ્રેશન એ સ્ત્રીઓમાં આવતા  ડિપ્રેશનનો એક પ્રકાર છે. ચાલો જાણીએ પોસ્ટપાર્ટમ ડિપ્રેશન શું છે, તેના લક્ષણો શું છે અને તેની સારવાર કેવી રીતે કરવી. જ્યારે માતા પોતાના બાળકને જન્મ આપે છે ત્યારે દરેક વ્યક્તિ તેમને  શારીરિક સ્વાસ્થ્યનું ધ્યાન આપવાની સલાહ આપે હે છે, પરંતુ તેના માનસિક સ્વાસ્થ્ય પર કોઈ ધ્યાન આપતું નથી.


વાસ્તવમાં, ડિલિવરી પછી સ્ત્રીના શરીરમાં થતા ફેરફારો તેના મન પર ખરાબ અસર પણ  કરી શકે છે. આ ડિપ્રેશનને ક્યારેક એટલું બધું હાવિ થઇ જાય છે કે,  તેને આત્મહત્યાના વિચારો આવવા લાગે છે. પ્રેગ્નન્સી બાદ આવતા ડિપ્રેશનને ને પોસ્ટપાર્ટમ ડિપ્રેશન કહેવામાં આવે છે.


 બાળકના જન્મ પછી સ્ત્રીઓમાં જે ડિપ્રેશન થાય છે તેને પોસ્ટપાર્ટમ ડિપ્રેશન કહે છે. સગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીના શરીરમાં જેટલા ફેરફારો થાય છે, તેટલા ફેરફારો બાળકના જન્મ પછી થાય છે. આના કારણે હોર્મોનલ લેવલ ઉપર અને નીચે જાય છે. આ દરમિયાન માતાઓએ માનસિક અને ભાવનાત્મક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં મહિલાઓના મૂડ અને વર્તનમાં બદલાવ આવી શકે છે. મૂડ સ્વિંગ થઈ શકે છે. ડિપ્રેશનમાં રહેવું, કોઈની સાથે વાત કરવાનું મન થતું નથી અને ચીડિયાપણું વધે છે. કેટલીક સ્ત્રીઓને પણ રડવાનું મન થાય છે. આ તમામ લક્ષણો પાર્ટમ ડિપ્રેશનના છે.


કોને થઇ શકે છે


આપને જણાવી દઇએ કે,મહિલા સાથે આવું નથી થતું, પરંતુ લગભગ 70 ટકા મહિલાઓ આ સમસ્યાનો સામનો કરે છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે, આ લક્ષણો લગભગ બે મહિના સુધી રહી શકે છે. તે સમય સાથે સારું પણ થાય છે. પરંતુ ક્યારેક કેટલાક કેસમાં  ડૉક્ટરની સલાહ લેવી  અનિવાર્ય બની જાય છે.


Women health : કંસીવ કરવામાં થઇ રહી છે સમસ્યા તો આ 5 ટિપ્સને અપનાવી જુઓ, પ્રેગ્નન્સીમાં મળશે મદદ


લગ્નના થોડા સમય બાદ પતિ-પત્ની પર સામાજિક અને પારિવારિક રીતે  સંતાન પ્રાપ્તિ માટે  દબાણ કરવામાં આવે છે અને જો લગ્નના લાંબા સમય બાદ પણ સંતાન પ્રાપ્તિ ન થાય તો આ સંતાન ઇચ્છુક દંપતી માટે ચિંતાનો વિષય બની જાય છે. પરંતુ આજે અમે તમને એવી 5 ટિપ્સ જણાવીએ છીએ જેનાથી ગર્ભધારણ કરવામાં સરળતા રહેશે.


ગર્ભવતી થવા માટે, સ્ત્રીઓએ તેમના માસિક ચક્રને સમજવાની જરૂર છે જેથી જ્યારે શુક્રાણુ ઇંડાને મળે, ત્યારે એક સ્વસ્થ ગર્ભ તંદુરસ્ત બાળકમાં વિકસે. "સામાન્ય માસિક ચક્રમાં, ઓવ્યુલેશનનો સમય સામાન્ય રીતે પ્રક્રિયાના 13મા અને 18મા દિવસની વચ્ચેનો હોય છે. યુગલોએ આ સમય દરમિયાન સંભોગ કરવો જોઈએ, કારણ કે આ સમય દરમિયાન મોટાભાગે ગર્ભધારણની શક્યતા વધી જાય છે. 


સ્ત્રીઓ વહેલાં ગર્ભવતી થાય તે માટે, તેઓએ ત્રણ મહિના પહેલાં ફોલિક એસિડની ગોળીઓ લેવાનું શરૂ કરી દેવું જોઈએ, કારણ કે તે ગર્ભ ધારણ કરવામાં મદદ કરે છે.  “ફોલિક એસિડની ગોળીઓ ઓવ્યુલેશનને પ્રોત્સાહન આપવા, ગર્ભાધાનને ઉત્તેજીત કરવામાં અને ગર્ભના વિકાસમાં મદદ કરે છે. તમે આ દવાઓ ડૉક્ટરની સલાહ પર લઈ શકો છો.


પીરિયડ્સ દરમિયાન, સ્ત્રીઓ તેમના હોર્મોનલ મુલ્યાંકન અને હિસ્ટેરોસાલ્પિંગ્રાફીથી પસાર થવું પડે છે કારણ કે તેની  ફેલોપિયન ટ્યુબની સહનશીલતા જાણી શકાય. કારણે  ફેલોપિયન ટ્યુબ  ફર્ટિલાઇજેશન માટે આવશ્યક હોવાથી કોઈપણ ચેપ અથવા પેટની શસ્ત્રક્રિયા ગર્ભાવસ્થાના પરિણામોને અસર કરી શકે છે. ફેલોપિયન ટ્યુબ સ્વસ્થ હોવી જોઈએ, આ માટે જરૂર લાગે તો ટેસ્ટ કરાવવો જોઈએ.


ગર્ભવતી થવા માટે   પુરુષના શુક્રાણુની ગુણવત્તા સામાન્ય અને સ્વસ્થ હોવી જરૂરી છે.  આ માટે, યુગલો સારી જીવનશૈલીની આદતોને અનુસરવું જોઇએ. જેમાં સારો આહાર, કસરતનો સમાવેશ થાય છે. ડોક્ટર   ધૂમ્રપાન અને આલ્કોહોલની આદત પણ  છોડવાની સલાહ આપે છે. જેથી જેથી શુક્રાણુની ગુણવત્તા અને જથ્થાને અસર ન થાય. જો તેમાં કોઇ  હાઈડ્રોસીલ હોય તો તેમણે શક્ય તેટલી વહેલી તકે નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી જોઈએ.


 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો