Tattoo:કેટલીક એવી ડિઝાઈન છે જેમાં સોય તમારા શરીરની ઊંડાઈને વીંધે છે. જેના કારણે તમારા સ્નાયુઓને ઘણું નુકસાન થાય છે.


 લોકોને ટેટૂ કરાવવાનો ખૂબ શોખ હોય છે. ખાસ કરીને યુવાનોમાં ટેટૂ કરાવવાનો ક્રેઝ હોય છે. જો તમે પણ ટેટૂ બનાવડાવવાના  શોખીન છો તો તે પહેલા ચોક્કસથી જાણી લો કે તેનાથી શરીરમાં શું  નુકસાન થાય છે. શરીર પર ટેટૂ કરાવવાથી તમે આકર્ષક બની શકો છો, પરંતુ તેનાથી તમારા શરીરને ઘણા નુકસાન પણ થઈ શકે છે. ટેટૂના સાઇડ ઇફેક્ટ જાણીએ


ટોક્સિન ઇન્ડક્સ


ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા પ્રાયોજિત અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પાંચમાંથી એક ટેટૂ શાહીમાં કાર્સિનોજેનિક રસાયણો હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગંભીર હોઈ શકે છે. ટેટૂ શાહીમાં એલ્યુમિનિયમ અને કોબાલ્ટ હોય છે. તે તમારી ત્વચા માટે ખૂબ જ નુકસાનકારક શકે છે.


માંસપેશીઓને પહોંચાડે છે નુકસાન


જો આપ ત્વચા પર ટેટૂ કરાવવાના શોખીન છો, તો તેનાથી તમારી ત્વચા અને સ્નાયુઓને ઘણું નુકસાન થઈ શકે છે. વાસ્તવમાં, કેટલીક એવી ડિઝાઇન છે, જેમાં સોય તમારા શરીરની ઊંડાઈને વીંધે છે. જેના કારણે તમારા સ્નાયુઓને ઘણું નુકસાન કરે  છે.


હેપેટાઇટિસ બીનો ખતરો


જો તમે ટેટૂ કરાવવા ઇચ્છો છો તો પહેલા હેપેટાઇટિસ બીની રસી લેવી પડશે. હંમેશા ધ્યાનમાં રાખો કે ટેટૂ નિષ્ણાત પાસેથી જ કરાવો. વાસ્તવમાં, નિષ્ણાતો સ્વચ્છતાનો વિશેષ કાળજી લે છે. ટેટૂ લગાવ્યાં બાદ એન્ટીબાયોટિક ક્રિમ લગાવો.


 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.