What Is ADHD: એટેન્શન ડેફિસિટ હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર (ADHD) નામની આ બીમારીમાં ન્યુરો ડેવલપમેન્ટ ધીમો પડી જાય છે જેના કારણે ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બને છે. જેના કારણે બાળકો અભ્યાસમાં નબળા પડી જાય છે.


જો આપના બાળકનું મન અભ્યાસમાં ઓછું લાગે છે અથવા તેને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે, તો બાળક ADHD રોગનો શિકાર બની શકે છે. આ એક ન્યુરો-સંબંધિત રોગ છે જેમાં બાળક અભ્યાસ કે કોઈપણ કામમાં યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકતું નથી, આ બાળકોમાં જોવા મળતી સૌથી સામાન્ય વિકૃતિ છે, જો કે આ રોગમાં થોડી કાળજી લેવામાં આવે તો   ધીમે ધીમે આ રોગ ઓછો થતો જાય છે પરંતુ જો  ધ્યાન આપવામાં ન આવે તો તે સતત  વધી શકે છે, મોટા થયા પછી પણ તે તેનો શિકાર રહે  છે.


કેવી રીતે ઓળખશો કે બાળકમાં  ADHD તો નહીં


1- આ રોગનું પ્રથમ લક્ષણ એ છે કે, કોઈપણ કાર્ય પર ધ્યાન કેન્દ્રિત ન કરવું અથવા કોઈપણ કાર્ય પૂર્ણ ન કરવું અથવા તે સિવાય દૈનિક પ્રવૃત્તિઓમાં એકાગ્રતા ન રાખવી.


2- ADHDનું બીજું સૌથી મોટું લક્ષણ હાયપર એક્ટિવિટી છે જે સરળતાથી ઓળખી શકાય છે. જો બાળક લાંબા સમય સુધી એક સીટ પર બેસી ન શકે અથવા ખૂબ જ ચંચળ દેખાતું હોય તો તે ADHDનો શિકાર બની શકે છે.


3- જો બાળકમાં આવા આવેગ જોવામાં આવે તો પણ તે ADHDનું લક્ષણ હોઈ શકે છે. આવેગ એ એવો અર્થ છે જેમાં બાળકમાં થોડી ધીરજ નથી હોતી. ​છે. આ બાળકો પોતાનો નંબર આવે તેની રાહ જોઈ શકતા નથી અને બીજાના નંબરની વચ્ચે બોલે છે. આવા બાળકો ખૂબ અધિરા હોય છે.


ADHDને દૂર કેવી રીતે કરશો


1- સૌથી પહેલા આ રોગને સમજો અને આ રોગ વિશે વિશે માતા-પિતા તેમજ શાળાના શિક્ષકોમાં જાગૃતિ હોવી જોઈએ.


2- આ રોગને ઓછો કરવા માટે ઘણા પ્રકારના ઉપચાર છે, તેનો આશરો લઈ શકાય છે.


3- જો બાળકને ખૂબ ADHD હોય તો તબીબી સારવારની જરૂર પડી શકે છે.


4- ADHDને મેનેજ કરવા માટે, કેટલીકવાર બાળકોને વિશેષ શાળામાં ભણાવવાની જરૂર પડી શકે છે


5- બાળક સાથે કોઈપણ કામમાં ઉતાવળ ન કરો, બલ્કે તેને  આરામથી કામ કરવાની ટેવ પાડો.


6- બાળકને તેની પસંદગીની કોઈપણ શારીરિક પ્રવૃત્તિ અથવા રમતગમતમાં મૂકવાનું સુનિશ્ચિત કરો જેથી તેનું ધ્યાન વધે.


7- બાળકને સંગીત, ચિત્રકામ, હસ્તકલા અથવા એવી કોઈપણ રચનાત્મક પ્રવૃત્તિમાં સામેલ કરો જેનાથી તેનું મન શાંત રહે.


8- ધ્યાન કેન્દ્રિત કોયડાઓ, સુડોકુ અથવા એવી રમતો જેમાં ધ્યાન કેન્દ્રીત કરવાનું હોય છે.


9 બાળકો સાથે મલ્ટિટાસ્કર ન બનો. જો તમે બાળક સાથે કોઈપણ પ્રવૃત્તિ અથવા અભ્યાસમાં સામેલ છો, તો તે કરો.


Disclaimer: આ સૂચના માત્ર માન્યતા અને જાણકારી પર આધારિત છે. એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે. abp અસ્મિતા કોઇપણ પ્રકારની માન્યતા કે જાણકારીની પુષ્ટી નથી કરતું આ એક નિષ્ણાતોના મત છે. તો તેને અમલ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.