Winter Skin Care Tips: શિયાળામાં, લોકો શુષ્ક ત્વચાથી પરેશાન રહે છે અને ડ્રાયનેસના કારણે તે સ્કિન પર વારંવાર ક્રીમ લગાવે છે, જેથી સ્કિનનું મોશ્ચર જળવાઈ રહે. પરંતુ નીચા તાપમાનને કારણે ત્વચાને સૌથી વધુ અસર થાય છે અને તે શુષ્ક થઈ જાય છે. આવી સ્થિતિમાં, આનાથી બચવા માટે શું કોઈ ઘરેલું ઉપાય છે? જેને લગાવવાથી સ્કિન ગ્લો કરવાની સાથે સ્મૂધ પણ રહે. તો જાણીએ ગ્લિસરીન સાથે શું મિક્સ કરીને ચહેરા પર અપ્લાય કરવાથી સ્કિન ગ્લોઇંગ અને સ્મૂધ બની રહે છે.
શિયાળાની ઋતુમાં સ્કિન ડ્રાય અને ડલ થઇ જાય છે. આ સ્કિન પર કોલ્ડ ક્રિમ કે મોશ્ચરાઇઝ લગાવવું જરૂરી બની જાય છે પરંતુ આ ડ્રાયસ્કિનમાં મોશ્ચરાઇઝર લગાવવાથી સ્કિન કાળી દેખાય છે. જો આપની સાથે પણ આ સમસ્યા થતું હોય કે વિન્ટરમાં સ્કિન કાળી અને ડલ થઇ જતી હોય તેનો ગ્લો ગાયબ થઇ જતો હોય તો આ આપ ગ્લિસરિન સાથે આપ આ વસ્તુ મિક્સ કરીને અપ્લાય કરો. સ્કિન ગ્લોઇંગ બનશે અને સ્મૂધ પણ રહેશે,
સામગ્રી
- 100 મિલી ગ્લિસરીન
- 100 મિલી ગુલાબજળ
- 2 ચમચી લીંબુનો રસ
મિશ્રણ કેવી રીતે બનાવવું
શિયાળામાં ગ્લિસરીન, ગુલાબજળ અને લીંબુ બધું જ ત્વચાને કોમળ અને ગ્લોઇંગ બનાવવાનું કામ કરે છે. ગ્લિસરીનમાં એવા તત્વો હોય છે જે આપણી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે. તો ગુલાબજળ આપણી ત્વચાને હાઇડ્રેટ કરવાનું કામ કરે છે અને લીંબુ ત્વચાની રંગત નિખારે છે.
એક મોટા બાઉલમાં ગ્લિસરીન, ગુલાબજળ અને લીંબુ મિક્સ કરો અને જ્યાં સુધી તે સારી રીતે ભળી ન જાય ત્યાં સુધી તેને ચમચી વડે હલાવતા રહો.
- તેને કોઈપણ સ્પ્રે બોટલમાં મૂકો અને સ્નાન કર્યા પછી તેને તમારા આખા શરીર પર લગાવો. તમે જોશો કે માત્ર એક જ ઉપયોગ પછી, તમારી ત્વચા ખૂબ જ નરમ થઈ જશે અને રોજિંદા ઉપયોગથી, ત્વચા ગ્લો પણ કરશે.
ફાટેલા હોઠ માટે ગ્લિસરીન ઉત્તમ
જો તમે શિયાળામાં ફાટેલા હોઠની સમસ્યાથી પરેશાન છો, તો ગ્લિસરીન અને મલાઇ સમાન માત્રામાં મિક્સ કરો અને આ મિશ્રણને રાત્રે સૂતા પહેલા તમારા હોઠ પર લગાવો. આમ કરવાથી હોઠ કોમળ બને છે અને સતત તેનો ઉપયોગ કરવાથી હોઠ ગુલાબી દેખાશે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.