ઉંઝામાં યુવા ભાજપ પ્રમુખના ભાઈની ગુંડાગીરીઃ યુવકની માતા-બહેનને ઘરમાં પૂરી ઘર સળગાવ્યું, પછી શું થયું? જાણો વિગત
જેમાં બિભત્સ અપશબ્દો બોલી એક બીજાનુ નામ લઇ આ લોકોને ઘરમાંથી કાઢી મુંકો, અહીયા રહેવા દેવા નથી અને તારા ભાઇને મારવો છે તેમ કહી વરંડામા પડેલુ સ્કુટર સળગાવ્યુ હતુ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘટનાની મળતી માહિતી પ્રમાણે, ઉંઝાના મકતુપુર રોડ પર આવેલા અવી બંગ્લોઝમા રહેતા સોનલબેન દશરથભાઇ પંચાલ તેની વૃધ્ધ માતા સાથે સોમવારે રાત્રે સૂંઇ રહ્યા હતા ત્યારે લગભગ એક થી બે વાગ્યાની આસપાસ આઠ વ્યક્તિઓ દરવાજો ખોલતા જ મકાનમા ઘૂસી જઇ અંદર રહેલો તમામ સામાન તોડફોડ કરતા હંગામો મચી ગયો હતો.
આટલુ ઓછુ હોય તેમ મા-દિકરીને અંદર પુરી મકાન સળગાવતા તેમને બુમરાડ મચાવી મુંકી હતી. જેમા હુમલાખોરો રસોડાના માર્ગે ભાગેલા હુમલાખોરો મકાનનો દરવાજો બહારથી બંધ કરીને જતા મા-દિકરીએ બચાવમા મચાવેલી ચીસો સાંભળી જાગી ગયેલા પડોશીઓ મદદે પહોચ્યા હતા. બહાર કાઢેલા સોનાલબેન હાથ-પગના ભાગે દાઝી ગયેલા તેમની માતા અર્ધબેભાન બની ઢળી પડ્યા હતા.
મહેસાણા: ઉંઝા શહેર ભાજપ પ્રમુખ પર અગાઉ થયેલા હુમલાને દાઢમાં રાખીને યુવાને પોતાના અન્ય 7 સાગરીતો સાથે મળી સોમવારે મોડી રાત્રે હુમલા કેસમા ભાગતા ફરતા રવિ પંચાલના બંગલામા તોડફોડ કરી તેની મા-બહેનને અંદર પુરી બંગલો સળગાવવાની ઘટનાએ ચકચાર મચાવી છે.
ઘટનાને જોતા પડોશીઓની મદદથી બહાર નીકળેલ યુવતીના હાથ-પગ દાઝી ગયા હતા જ્યારે તેની વૃધ્ધ માતા બેભાન બની ઢળી પડી હતી. આ અંગે ઉંઝા શહેર ભાજપ પ્રમુખના ભાઇ સહિત 8 વ્યક્તિઓ વિરૂધ્ધ ગુનો નોંધાતા કેસમા નવો વળાંક આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -