ઋત્વિજને લાફો મારનારા ભીખા પટેલનો વરઘોડો કાઢી સન્માનઃ ભીખાએ ઋત્વિજને કેમ ઠોક્યો હતો લાફો ?
ભીખાભાઈના હસ્તે એ પછી સરદાર પટેલની પ્રતિમાને ગંગાજળ અને દૂધનો અભિષેક કરીને શુધ્ધ કરી વરઘોડા રૂપે માંકણજ ગામે લઇ જવાયા હતા. ગામમાં તેમનું સન્માન કરાયું હતું. અહીં ભીખાભાઈએ કહ્યું હતું કે મેં ઋત્વિજ પટેલને નહી પણ મા-દિકરીઓને અપશબ્દ બોલનાર,ખેડૂતોને પરેશાન કરનાર ભાજપ સરકારને લાફો માર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમંગળવારે રાત્રે 9.30 કલાકે રાધનપુર રોડ પર મોઢેરાનો ભાજપનો આગેવાન ગાડીઓમાં કેટલાક લોકો સાથે ઘસી આવ્યો હતો અને સાઇક્રિષ્ણાની સામે આવેલા પાર્લરની બહાર બેઠેલા પાંચોટના યુવાનને મારવા દોટ લગાવી હતી. જેને પગલે ભયનો માહોલ સર્જતાં તમામ દુકાનો ટપોટપ બંધ થઇ ગઈ હતી.
ભીખાભાઈએ કહ્યું કે, મહેસાણામાં વિકાસનાં કામો કર્યાં તો નિતિનભાઇએ કર્યા તેમાં ઋત્વિજે મહેસાણા આવવાની ક્યા જરૂર હતી ? ઋત્વિજની મહેસાણાની મુલાકાત પાટીદારોને ઉશ્કેરવા માટેની હતી. ઋત્વિજના આગમનને લઇને પાટીદારો બે ભાગમા વહેંચાઇ ગયા છે. તેના પડઘા મંગળવારે પણ પડ્યા હતા.
ભીખાભાઇએ જણાવ્યું કે, મે ઋત્વિજને નહી પણ મહિલાઓ પર લાઠીઓ વિંઝનારી, ખેડૂતોનો હક્ક પડાવી લેનારી અને બાળકોના અભ્યાસને રૂંધનારી ભાજપ સરકારને લાફો માર્યો છે. હું સુરત ગયો હતો ત્યારે ઋત્વિજે મને અને પાટીદારોને અપમાનજનક અપશબ્દો બોલ્યો હતો તેથી મહેસાણા આવતાં જ મેં તેને લાફો માર્યો હતો.
ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ઋત્વિજ પટેલને લાફો મારનાર પાસના કન્વિનર માંકણજના ભીખા પટેલને નંદાસણથી મહેસાણા મામલતદાર કચેરી રજુ કરાયા હતા. જ્યાં તેમને જામીન પર મુક્ત કરતા જ હાજર પાસ કાર્યકરો અને પાટીદારોએ જય સરદાર, જય પાટીદારના નારા સાથે ભીખાભાઇનુ ફુલહારથી સ્વાગત કર્યું હતું.
મહેસાણા:મહેસાણામા ભાજપના યુવો મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલને લાફો મારીને ચકચાર મચાવનારા ભીખાઈભાઈ પટેલ ગઈ કાલે જામીન પર છૂટતાં પાટીદારોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ભીખાભાઈને ફુલહાર પહેરાવી સ્વાગત કરી રેલી સ્વરૂપે મોઢેરા ચોકડી પર સરદાર પટેલની પ્રતિમા પાસે લઈ જવાયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -