એક કરોડ સોદા પ્રકરણના ‘પાસ’ના નરેન્દ્ર પટેલ કોંગ્રેસમાં જોડાયા? કોંગ્રેસના કયા નેતાએ ટ્વિટ કર્યું, જાણો વિગતે
અમદાવાદ: પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ પર કોંગ્રેસના એજન્ટ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે તેના સાથી અને પાસના મહેસાણાના કન્વીનર નરેન્દ્ર પટેલ કોંગ્રેસમાં જોડાયા હોવાની અટકળો વહેતી થઈ છે. આ અંગે કોંગ્રેસના ગુજરાત પ્રભારી અશોક ગેહલોતે ટ્વિટ કર્યું હતું. જોકે, બાદમાં તપાસ કરતાં ટ્વિટ જોવા મળી નહોતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે સોમવારે પાસના નરેન્દ્ર પટેલ હવે કોંગ્રેસમાં જોડાઈ ગયા હોવાનું ટ્વિટ ગુજરાત ચૂંટણી માટેના પ્રદેશ કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોતે કર્યું હતું. પરંતુ વિવાદ થતાં તુંરત જ તે ટ્વિટ હટાવી દેવાયું હતું. એવું મનાય છે કે નરેન્દ્ર પટેલ પહેલેથી જ કોંગ્રેસમાં છે અને પાર્ટીના પ્રાથમિક સભ્ય પણ છે.
આ ક્રમમાં ભાજપમાં જોડાનારા પાસના અન્ય નેતા વરૂણ પટેલ અને નેરન્દ્ર પટેલની એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી જેને લઈને રાજકીય માહોલ ગરમાયો હતો. નરેન્દ્ર પટેલે કહ્યું હતું કે, મારી પર કેસ ચલાવવાની ધમકી આપવામાં આવી હતી. વરૂણ પટેલે 1 કરોડ લઈને ભાજપ સાથે જોડાવાનું કહ્યું હતું. તમામ બાબતના પુરાવા છે અને વકીલની સલાહ લઈને આગળની કાર્યવાહી કરીશ. પટેલે કહ્યું હતું કે 10 લાખ રૂપિયા પોલીસ દમનમાં મૃત્યુ પામેલા લોકોને પરિવારને આપશે.
નરેન્દ્ર પટેલે ભાજપ પર 1 કરોડ રૂપિયા આપવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મને 10 લાખ પહેલા આપ્યા અને 90 લાખ પછી આપવાની ચર્ચા કરી ભાજપ પર આક્ષેપો કર્યા હતો.નરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રૂપિયાથી મને કોઈ ખરીદી શકશે નહીં અને હું પાટીદારની સાથે જ રહીશ. ભવિષ્યમાં ક્યારેય ચૂંટણી લડવાનો મોકો મળશે તો સમાજની ઈચ્છા મુજબ તે પણ કરવા તૈયાર છું.
આ અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ જણાવ્યું હતું કે મને આ મામલે કોઈ જાણકારી મળી નથી. નરેન્દ્ર પટેલે ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો આક્ષેપ કર્યો હતો. નરેન્દ્ર પટેલે એક ઓડિયો ક્લિપ જાહેર કરી હતી. જેમાં વરૂણ પટેલે ભાજપમાં જોડાવા માટે પૈસાની ઓફર કરી હોવાનું સાંભળવા મળ્યું હતું. આ ક્લિપ વાયરલ થતાંની સાથે જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -