મહેસાણાના પાટીદારને વિદેશ જવાની લાલચ પડી ભારે, ગુમાવ્યા 96 લાખ રૂપિયા, જાણો વિગતો
જ્યંતિભાઈને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થયો હતો અને તેમણે આ અંગે લાંઘણજ પોલીસ મથકે પોતાની સાથે છેતરપિંડી આચરનાર અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ગુનો દાખલ કરીને મહેસાણા એસઓજીના પીઆઈ જે.એસ.ચાવડાએ વધુ તપાસ હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ચોંકાવનારા કિસ્સા અંગે પોલીસ પાસેથી મળેલી વિગતો અનુસાર મહેસાણા તાલુકાના હાડવી ગામમાં પ્રાથમિક શાળાની પાછળ રહેતા જયંતિભાઈ કાનદાસ પટેલને આઠેક માસ અગાઉ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફનો કરનારે તેમને જણાવ્યું કે, તમને વોડાફોન કંપની તરફથી રૂપિયા 25 લાખની લોટરી લાગી છે.
આ સમયગાળા દરમિયાન તેમણે કુલ રૂપિયા 95,77,400ની રકમ ભરી દીધી હતી. આ રકમ ભરાયા બાદ ફોન આવતા બંધ થઈ ગયા હતા. તેમણે બહુ રાહ જોઈ પણ તેમને ન તો લોટરીના પૈસા મળ્યા કે ના તેમના દિકરાને લંડનના વીઝા મળ્યા. બીજી તરફ જે નંબર પરથી ફોન આવતા હતા તે ફોન પણ લાગતો નહોતો.
મહેસાણાઃ મહેસાણા તાલુકાના હાડવી ગામના એક પાટીદારે વિદેશ જવાની લાલચમાં લગભગ 96 લાખ રૂપિયાની જંગી રકમ ગુમાવી છે. ગઠિયાઓએ આ પાટીદારના વિદેશ જવાના લોભનો ફાયદો ઉઠાવીને એકદમ નવી મોડસ ઓપરેન્ડી અપનાવીને ખંખેરી લીધો છે. પછીથી છેતરાયાની ખબર પડતાં તેમણે પોલીસ ફરિયાદ કરી છે.
જ્યંતિભાઈ પર એ પછી 9 ડીસેમ્બર, 2016થી 1 જૂન 2017ના લગભગ 7 માસના સમયગાળામાં આ શખ્શોના ફોન આવ્યા હતા. તેમણે જ્યંતિભાઈને વિદેશ જવાની વાતો કરીને પોતાની જાળમાં ફસાવી લીધા હતા. લાલચમાં આવેલા જયંતિભાઈએ અજાણ્યા શખસોના કહેવા મુજબ તેમના જુદા જુદા બેંક એકાઉન્ટમાં રકમો ભરવા માંડી હતી.
આ ઉપરાંત તમારા દિકરા વિનોદકુમારને લંડનના વિઝા મળશે અને લંડનમાં જ મકાન બનાવી આપવામાં આવશે કે જેથી તે લંડનમાં જ રહી શકશે. આ સંભળીને જયંતિભાઈ લાલચમાં આવી ગયા હતા અને તેમણે આ સ્કીમનો લાભ લેવા હા પાડી હતી. દીકરાને વિદેશમાં સ્થાયી કરવાનાં સપનાં જોવા લાગ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -