એવું તે શું થયું કે યુવકે બે દીકરીઓ સાથે કેનાલમાં લગાવી મોતની છલાંગ? જાણો કારણ
લાશને ઓળખવા માટે તેમના પરિવારમાંથી એક વૃદ્ધે ગાડી અને મોબાઈલ ફોન પરથી તેમના જમાઈની ઓળખ કરી હતી. અને કહ્યું કે, તેમની પુત્રીનું ત્રણ મહિના પૂર્વે મગજનો તાવ આવતાં મૃત્યું થયું હતું અને તે પણ 7 તારીખે જ મૃત્યું થયું હતું, જેથી તેમના જમાઇ ખોડાજીએ આજ તારીખે આપઘાત કર્યો હોવાનું માની શકાય. તરવૈયાઓએ મોડી રાત સુધી લગભગ 4 કલાકની ભારે જહમત બાદ ત્રણેયની લાશ બહાર કાઢતાં હાજર પરિવારે આક્રંદ કરી મુક્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘટનાની મળતી માહિતી પ્રમાણે, મહેસાણાના ખેરવા ગામમાં આવેલી સુજલામ સુફલામ કેનાલ પાસે સાંજે કાળા કલરની વેગનઆર લઈને આવેલા ખોડાજી પ્રહલાદજી ઠાકોરે છેલ્લી વખત તેની સાળીને ફોન કરીને કહ્યું કે હું પણ તારી બેન પાસે જાઉં છું, તેવું કહીને કેનાલમાં ઝંપલાવ્યું હતું. સાથે તેની બે પુત્રીઓ સાથે આપઘાત કર્યો હતો. આ અંગે સાંજે ગામના સરપંચ ગોવિદભાઈ પટેલે પોલીસ ડિઝાસ્ટર અને અન્યને વાત કરી હતી.
મહેસાણા: ખેરવા સીમમાં સુજલામ સુફલામ કેનાલ પાસે હર્ણાહોડાના ઠાકોર યુવાને ત્રણ મહિના પહેલા મૃત્યું પામેલી પત્નીના વિયોગમાં પતિએ પુત્રીઓ સાથે આત્મહત્યા કરી હોવાની આશંકા સેવવામાં આવી છે. મોડી સાંજે તરવૈયાઓ અને ફાયર બ્રિગેડના અધિકારીઓએ લાશ શોધી હતી. અધિકારીઓએ કેનાલ પાસેથી પત્નીનો ફોટો, ચંપલ અને મોબાઈલ મળી આવ્યા છે. ફોનમાં રહેલી ડિટેલ પ્રમાણે યુવકે છેલ્લો કોલ તેની સાળીને કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -