મહેસાણાઃ સ્વ. કેતન પટેલને બલોલથી ઉઠાવીને કઈ રીતે મોતને ઘાટ ઉતારાયો? જાણો પિતાની ફરિયાદમાં કરાયેલા આક્ષેપો
મહેન્દ્રભાઇએ કેતનનું અપહરણ કરનારા લોકોની મદદથી પોલીસે ગેરકાયદે ગોંધી રાખી અસહ્ય માર મારી ખૂન કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે તપાસનીશ અધિકારી ચિરાગ પરમાર સહિતના પોલીસો, જેલર, જેલના ર્ડાકટર અને સુપરવિઝન કરનારા અધિકારીઓ વિરુદ્ધ હત્યા, લૂંટ, ષડયંત્ર સહિતની કલમો આધારિત ગુનો નોંધાવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સમાચાર અપાતાં મહેન્દ્રભાઈ તથા તેમનો પરિવાર લગભગ રાત્રે 3-30 કલાકે સિવિલ પહોંચ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં કેતનના શરીર પર અસંખ્ય ઇજાઓના ઘા અને હાથમાં પહેરેલી સોનાની વીંટીઓ ગાયબ જોઇ તેઓ આઘાતમાં સરી પડ્યા હતા. પોલીસે તેમને સારવાર દરમિયાન કેતનનું મોત થયું હોવાનું જણાવ્યું હતું.
પોલીસ સ્ટેશનમાં તેમને હેટ કોન્સ્ટેબલ ચિરાગ પરમાર મળ્યો ન હતો તેથી પાછા આવ્યા હતા. 3 જૂને પોલીસ સ્ટેશનના ફોન પરથી ફરી રૂપિયા 17 હજારની માંગણી કરાઇ હતી. પછી 6 જૂને રાત્રે 2-30 કલાકે મહેન્દ્રભાઇના ઘરે જીપ લઇને પહોંચેલી પોલીસે કેતનને સિવિલમાં દાખલ કર્યો અને ત્યાં તેનું મરણ થયાનું જણાવ્યું હતું.
અઘટિત થયાની શંકા જતાં મહેન્દ્રભાઇએ તેમના પિતરાઇ ભાઇ હર્ષદ બાબુભાઇને સાંજે 6-30 કલાકે મોકલ્યો હતો. ત્યાર બાદ 2 જૂનના રોજ હર્ષદભાઇ પર પોલીસ સ્ટેશનમાંથી આવેલા ફોન પર કેતન સાથે વાત કરાવી રૂપિયા 17 હજાર આપી ચોરીના કેસમાંથી છોડાવી જવાની વાત કરતાં સાંજે 5 વાગ્યે પોલીસ સ્ટેશન તપાસ કરવા ગયા હતા.
પોલીસ અધિકારીએ પણ કેતનનો ગેરકાયદે કબજો લઇ લોકઅપમા પૂરી દીધો હતો. 1 જૂને બપોરે અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને મહેન્દ્રભાઇને કહ્યું હતું કે, તમારો દીકરો અમારા કબજામાં છે ને રૂપિયા 50 હજાર આપીને છોડાવી જાવ. આ વ્યક્તિ ક્યાંથી બોલતી હતી, પોલીસ હતો કે ખાનગી વ્યક્તિ તેની તેમને કોઇ માહિતી નહોતી.
મહેસાણાઃ મહેસાણામાં પાટીદાર યુવાન સ્વ. કેતન પટેલના કસ્ટોડિયલ ડેથ મામલે આખરે સરકારે પાટીદારો સામે ઝૂકવું પડ્યું છે અને આ કેસમાં હેડ કૉંસ્ટેબલ ચિરાગ પરમાર અને દુકાનદાર ભરત બારોટની ધરપકડ કરી છે. સ્વ. કેતન પટેલના પિતા મહેન્દ્રભાઈ પટેલની ફરિયાદના આધારે આ બેની ધરપકડ કરાઈ છે.
તેમણે કેતનને સ્થળ પર ધોલધપાટ કરતા તથા અપહરણ કરીને લઈ જતા ગામના અરવિંદભાઇ રણછોડદાસ પટેલે જોયા હતા. એ લોકો કેતનને ગલ્લા પર લઇ ગયા હતા અને ત્યાં ખૂબ માર માર્યો હતો અને ત્યાર બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં તેને મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર કર્યો હતો.
કેતન પટેલ અપમૃત્યુ કેસમાં તેના પિતા મહેન્દ્રભાઇ પટેલે સોમવારે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં સનસનીખેજ આક્ષેપો કર્યા છે. તેમના આક્ષેપો મુજબ, 1 જૂને સવારે 10 વાગ્યાની આસપાસ કેતન સોસાયટીના નાકે બેઠો હતો, ત્યારે સાંથલનો ભરત મણિલાલ બ્રહ્મભટ્ટ અન્ય ચારથી પાંચ માણસો ત્યાં આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -