મહેસાણાઃ કેતન પટેલના શરીર પર 39 ઈજાનાં નિશાન, હાથના પંજા-પગનાં તળિયાં પર 200 લાકડી માર્યાંનાં નિશાન છૂપાવાયાનો આક્ષેપ
પોસ્ટમોર્ટમ બાદ લાશ સ્વીકારવાના મુદ્દે પોલીસે હાજર પાટીદારો સાથે ચર્ચા કરી હતી. પરંતુ તમામે જવાબદારો વિરુદ્ધ ફરિયાદ અને તેમની ધરપકડ ન થાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો સ્પષ્ટ ઇન્કાર કરતાં આખરે લાશ સિવિલ હોસ્પિટલના કોલ્ડરૂમમાં મૂકવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાંગુકીયાએ જણાવ્યું કે, કેતનના શરીર પર 39 ઇજાઓનો ઉલ્લેખ કરનારા તબીબોએ મોતનું કારણ નથી દર્સાવ્યું. આમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અસ્પષ્ટ અને ભૂલ ભરેલો હોઇ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની હાજરીમાં રિ-પોસ્ટ મોર્ટમની માંગણી કરી છે. પોલીસ પોતાની જવાબદારીથી છટકવા અને પોલીસ ફરિયાદ દાખલ નહીં કરવા ગતકડું છે.
બીજી તરફ સિનિયર વકીલ બાબુ માંગુકીયાએ કેતનના હાથના પંજા, પગના તળિયામાં મરેલા મારની ગંભીર ઇજાઓ અને હાથ-પગના કાળા પડી ગયેલા નખ સંબંધે પોસ્ટમોર્ટમમાં કોઇ જ ઉલ્લેખ થયો ન હોવાનો મુદ્દો ઉઠાવી પોસ્ટ મોર્ટમને અસ્પષ્ટ ગણાવી રિ-પોસ્ટમોર્ટમની માંગણી કરતાં મામલો ગરમાયો છે.
મહેસાણા: મહેસાણાના બલોલના પાટીદાર યુવાન કેતન પટેલના પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં કેતનના શરીર પર 39 ઇજાના નિશાન મળી આવ્યાનો ખુલાસો થયો છે. કેતનને થયેલી ઇજા 2 દિવસ પૂર્વેની હોવાનું પણ સ્પષ્ટ થતાં કેતનનું મૃત્યુ સારવાર દરમિયાન નહીં પણ પોલીસના મારથી થયાની શક્યતા પ્રબળ બની છે.
ગઈ કાલે સવારે 8 વાગે અમદાવાદથી આવેલા ર્ડા. દિપક વોરા, ર્ડા. રાકેશ પદમરાજ, ર્ડા. અલ્પેશ વાઘેલા અને ર્ડા. કુંજન મોદીની ટીમે ઘટનાના 34 કલાક બાદ સવા ત્રણ કલાક સુધી પોસ્ટ મોર્ટમ કર્યું હતું જેમાં બ્લડ, વિસેરા, મૃતકનો અન્ડરવિયર સહિતના તૈયાર કરેલા 6 બોક્ષ એફએસએલમાં પરીક્ષણ માટે મોકલી અપાયા હતા.
જો કે આ રિપોર્ટ સામે સિનિયર વકીલ બાબુ માંગુકીયાએ અનેક સવાલો ઉઠાવ્યા છે. તેમણે એવો મુદ્દો ઉઠાવ્યો છે કે, મૃતકની શરીર સ્થિતિના પંચનામામાં તેના બંને હાથના પંજા અને પગના તળિયા પર 200થી વધુ લાકડીઓ માર્યાના નિશાન અને હાથ-પગના કાળા પડી ગયેલા નખનો કોઇ જ ઉલ્લેખ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કરાયો નથી.
કેતન પટેલના અપમૃત્યુ બાદ અમદાવાદના 4 તબીબોની ટીમે બુધવારે કરેલા પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં કેતન પટેલના કપાળ પર 10 બાય 9 સેન્ટીમીટર ઊંડો ઘા છે અને શરીર પર 39 ઇજાના નિશાન છે. તબીબોએ એફએસએલ અને હિસ્ટો પેથોલોજી રિપોર્ટ બાદ કેતનનું મોતનું કારણ સ્પષ્ટ થશે તેવું લખ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -