પોલીસના મારથી પાટીદાર યુવકના મોતથી હોબાળોઃ આજે મહેસાણા બંધનું એલાન
રાત સુધી મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડતા અહીં ખાસ કરીને પાણીના કેરબાની વ્યવસ્થા કરાઇ હતી. પોલીસના મારથી યુવકનું મોત થયાના આક્ષેપ વચ્ચે પાટીદાર આગેવાનોએ જિલ્લા કલેક્ટર અને પોલીસ વડા સાથે કલાકોની ચર્ચા છતા જવાબદારો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધવાના મુદ્દે કોઇ નક્કર પરિણામ ન મળતા સમસ્ત પાટીદાર સમાજે બુધવારે મહેસાણા બંધનું એલાન આપ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેસાણા: પોલીસના મારથી પાટીદાર યુવકનું મોત થયું હોવાના આક્ષેપ સાથે ગી કાલે મૃતકના પરિવારજનોએ હોબાળો મચાવી દીધો હતો. પોલીસે જવાબદારો વિરૂધ્ધ ફરિયાદ લેવાનો ઇનકાર કરતાં પાટીદારોની તમામ સંસ્થાઓએ સંયુક્ત પણે મહેસાણા બંધનું એલાન આપ્યું છે. જેમા પાસ અને એસપીજીએ પણ ટેકો જાહેર કર્યો છે.
પાટીદાર યુવાનનું પોલીસના મારના કારણે મોત થયું હોવાના મેસેજ ફરતા થઇ જતાં પાટીદારો સિવિલમાં દોડી આવતાં તંગદિલી છવાઇ ગઇ હતી.જ્યાં સુધી પોલીસ સામે ફરિયાદ ન નોંધાય ત્યાં સુધી લાશ નહીં ઉઠાવવા નિર્ણય કરતાં તંત્ર સતર્ક થઇ ગયું હતું અને સિવિલની બહાર પોલીસ ખડકી દીધી હતી. બીજી તરફ પાટીદારોએ જ્યાં લાશ પડી હતી તે ટ્રોમા સેન્ટરની બહાર જ ધામા નાખતાં તંત્ર હચમચી ગયું હતું.
એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે જણાવ્યું હતું કે, પાટીદારોનો પ્રશ્ન છે ત્યારે બંધને અમારો ટેકો છે. જ્યારે પાસના સતીષ પટેલે કહ્યું હતું કે, પાટીદારોની હક્કની લડાઇમાં અમે સાથે છીએ અને બંધમા જોડાઇશું. નોંધનીય છે કે, પાટીદારોએ સિવિલમાં ચોપડે પણ ચેકચાક કરી પુરાવા નાશ કર્યાનો આક્ષેપ કર્યો હતો.
પાટીદાર યુવાન કેતન પટેલના અપમૃત્યુના પગલે શહેરમાં પોલીસ કાફલો ઉતારી દેવાયો હતો. મોઢેરા રોડ પર સોમેશ્વર મોલમાં આવેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના કાર્યાલયને બંધ કરી ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
પોલીસ કહે છે કે, કેતનને 3 થી 4 જૂન વચ્ચે પોલીસ મથકમા રખાયો હતો. બીજી તરફ તેના પરિવારે કેતનને 1 જૂનથી પોલીસ મથકમાં ગોંધી રાખીને ઢોર માર મરાયો હોવાના આક્ષેપ કર્યા છે. ત્યારે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં લગાવાયેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરાય તો સમગ્ર પ્રકરણ ઉપરથી પડદો ઉંચકાઇ શકે તેમ છે.
બલોલ ગામના કેતન મહેન્દ્રભાઇ પટેલને ચોરીના ગુનામાં પોલીસ ઉઠાવી ગયા બાદ સોમવારે રાત્રે તાવના કારણે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયો હતો. જ્યાં તેનું મોત થયું હતું. આ બાબતે મૃતકના પરિવારને જાણ કરાતાં તેઓ સિવિલ દોડી આવ્યા હતા. અહીં તેમણે કેતનના શરીર પર ઉઠેલા ઇજાના નિશાન જોતાં પરિવારજનો હચમચી ગયા હતા. પોલીસ દ્વારા મારપીટ કરતા તેનું મોત થયાનો આક્ષેપ પરિવારે કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -