મહેસાણાઃ વેલેન્ટાઇન ડેના દિવસે ચોથીવાર પ્રેમી સાથે ભાગી ગયેલી યુવતીએ શું પકડી જીદ? જાણો
જોકે, યુવતીએ સમજવાનો ઇનકાર કરી દીધો હતો અને પ્રેમી સાથે જવાનું રટણ ચાલું રાખતાં સમગ્ર મામલો પોલીસને શિરે ગયો હતો. મોડી સાંજ સુધી પોલીસ અધિકારીઓએ બંને પક્ષોને સમજાવવા કરેલા પ્રયાસો છતાં કોઇ નિર્ણય આવી શક્યો ન હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદરમિયાન ગત સોમવારે યુવતી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાજર થી ગઈ હતી. તેણે પતિ નહીં પણ પ્રેમીના ઘરે જવા મક્કમ રહેતાં પોલીસ પણ મૂંઝાઇ હતી. બીજી તરફ પતિએ તેણીને પોતાની સાથે જ ઘરે લઇ જવા જીદ કરી હતી. લગ્નજીવનમાં ઊભા થયેલા ખટરાગમાં સમાધાનનો માર્ગ કાઢવા 181 અભયમનાં કાઉન્સિલરે બંને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
મહેસાણાઃ અગાઉ પ્રેમી સાથે ત્રણ ત્રણવાર ભાગી ગયેલી અને પતિ સમજાવીને પાછી લાવેલી યુવતી ગત વેલેન્ટાઇન ડેના દિવસે ચોથીવાર પ્રેમી સાથે ભાગી ગઈ હતી. પોતાના પાંચ વર્ષના પુત્રને મૂકીને પ્રેમી સાથે ભાગેલી યુવતી નાટકીય રીતે સોમવારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગઈ હતી. જ્યાં યુવતીએ પતિ નહીં, પરંતુ પ્રેમી સાથે જવાની જીદ પકડી હતી.
જોકે, આ ત્રણેય વખતે યુવક યુવતીને સમજાવીને ઘરે પરત લઈ આવ્યો હતો. દરમિયાન ગત 14મી ફેબ્રુઆરી ને વેલેન્ટાઇન ડેના દિવસે ફરીથી યુવતી પ્રેમી સાથે ભાગી ગઈ હતી. પતિ અને તેના પરિવારજનો યુવતીને શોધી રહ્યા હતા. પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો.
આ અંગેની વિગતો એવી છે કે, મહેસાણાની પ્રિયંકા(નામ બદલ્યું છે)ના સાત વર્ષ પહેલા તેની જ્ઞાતિના બ્રાહ્મણ યુવક સાથે લગ્ન થયા હતા. આ લગ્નજીવન દરમિયાન તેમને એક પુત્ર છે, જે અત્યારે પાંચ વર્ષનો છે. દરમિયાન આ યુવતીને નાયી યુવક સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. આ યુવક સાથે તે અગાઉ ત્રણ વાર ભાગી ચૂકી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -