હાર્દિક પટેલના પોલીસે માગ્યા 10 દિવસના રીમાન્ડ પણ જજે કેટલા કર્યા મંજૂર? જાણો ક્યાં સુધી રહેશે જેલમાં?
પત્રકારોએ 395 કલમ પાછળથી દાખલ થતી હોય છે છતાં આ કેસમાં શરુઆતે જ કેમ લગાવાઇ છે તેવું પૂછતાં એસપી ચૌહાણે લેખિત ફરીયાદમાં ઉલ્લેખ છે અને સીસીટીવી ફૂટેજ હોટલના ચકાસતાં તથ્ય જણાતાં દાખલ કરાઇ હતી. તેને ક્યાં લઇ જવાયો છે તે અંગે પૂછતાં પૂછપરછ ચાલી રહી છે તેમ જણાવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ફરિયાદના પગલે રાજ્યના તમામ જિલ્લાઓમાં વાયરલેસ દ્વારા જાણ કરવામાં આવી હતી. જેમાં આણંદ પોલીસે હાર્દિક પટેલની અને રાજકોટ પોલીસે દિનેશ બાંભણીયાની ધરપકડ કરી હોવાના મેસેજ મળતાં પાટણ પોલીસની ટીમોને મોકલી બંનેને પાટણ જિલ્લામાં લવાયા હતા.
સરકારી વકીલે 10 દિવસના રીમાન્ડ માગ્યા હતા પણ જજ સોલંકીએ 10 દિવસના બદલે 3 દિવસના રીમાન્ડ મંજૂર કરાયા હતા. આ પહેલાં પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક અશ્વીન ચૌહાણે મંગળવારે સવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે હાર્દિક તથા બાંભણીયા સામે લૂંટ તથા હુમલાની ફરિયાદ નોંધાઈ છે.
મંગળવારે રાત્રે 9 કલાકે હાર્દિક પટેલ તથા દિનેશ બાંભણીયા એ બંને આરોપીઓને પાટણ ખાતે લવાયા હતા અને જ્યુડીશીયલ કોર્ટના જજ વી.કે.સોલંકીના બંગલે રજૂ કરાયા હતા. સરકાર તરફે એપીપી બી.વી.પટેલ, હાર્દિકના વકીલ આર.ડી.દેસાઇ અને દિનેશના વકીલ મહેન્દ્રભાઇ પટેલે દલીલો કરી હતી.
કાયદા પ્રમાણે બંનેને મંગળવારે કોર્ટમાં રજૂ કરવાના હતા પણ બંનેને આખો દિવસ સમી પોલીસ સ્ટેશનના રૂમમાં બંધ રખાયા હતા. પછી રાત્રે 9 વાગ્યે બંનેને ચૂપચાપ પાટણ લાવી જજના બંગલે રજૂ કરી પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જો કે કોર્ટે 3 દિવસના એટલે કે 1 સપ્ટેબર સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
પાટણ: મહેસાણાના પાસ કન્વીનર નરેન્દ્ર પટેલ પર પાટણમાં હુમલો કરવાના પ્રકરણમાં પાસ નેતા હાર્દિક પટેલની આણંદ અને દિનેશ બાભણીયાની રાજકોટથી પોલીસે ધરપકડ કર્યા બાદ તેમને પાટણ પોલીસ હવાલે કરી દેવાયા હતા. આ બંનેનું શું થયું તે અંગે મંગળવારે આખો દિવસ ભારે સસ્પેન્સ રહ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -