PM મોદીના પગલે ચાલ્યો હાર્દિક, 31 ઓક્ટોમ્બરે બહુચરાજી કરશે થ્રી-ડી સભા
બહુચરાજી: મહેસાણાના બહુચરાજીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલની થ્રી-ડી સભાનું આયોજન કરવામાં આવશે. સરદાર વલ્લભભાઇ પટેલની 142મી જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવાના હેતુથી આગામી 31 ઓક્ટોબરના રોજ બહુચરાજી ખાતે હાર્દિક પટેલની થ્રી-ડી સભાનું આયોજન કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહર્ષદભાઇના મતે 31 ઓક્ટોમ્બરના દિવસે સવારે 9થી 12 વાગ્યા સુધી સર્વે સમાજના સહકારથી મહારકતદાન કેમ્પ યોજાશે. બપોરે 4 વાગે બહુચરાજી નગરમાં સરદાર પટેલની ડીજે સાથે પાટીદાર પરિવારો સાથે સર્વ સમાજની પગપાળા શોભાયાત્રાનું આયોજન કરાયું. તેમજ સાંજે 6થી 7-30 કલાકે નૂતન વર્ષ નિમિતે પાટીદાર સ્નેહમિલન સભા સાથે યુવા નેતા હાર્દિક પટેલની લાઈવ થ્રી-ડી સભાનું આયોજન કરાયું છે.
આ મામલે ગઇકાલે બહુચરાજી તાલુકા ઉપરાંત પાડોશી તાલુકાના પાટીદાર ભાઈઓની રાત્રે 8 વાગે બેઠક યોજાઇ હતી. પાટીદાર અગ્રણી હર્ષદભાઇ પટેલના જણાવ્યા મુજબ, 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની 142મી જન્મ જયંતી પ્રસંગે સમસ્ત પાટીદાર સમાજ દ્વારા તેમની જન્મ જયંતીને ધામઘૂમથી ઉજવવાનું આયોજન કરાયું છે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં સમગ્ર ભારતભરમાં પહોંચી વળવા માટે થ્રી-ડી સભાનું આયોજન કર્યું હતું. વડાપ્રધાને અનેક થ્રી-ડી સભા કરી લોકોને સંબોધ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -