વિજાપુરઃ પાટીદાર સ્વાભિમાન યાત્રા દરમિયાન પોલીસનો PAASના કાર્યકરો પર દમન, જુઓ તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરેશ્મા પટેલ, વરુણ પટેલ અને અતુલ પટેલ સહિત 70થી વધુ પાટીદારોની વિજાપુર પોલીસે અટકાયત કરી હતી. પોલીસે ભીડને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કર્યો હતો.
વિજાપુરથી નીકળનારી પાટીદાર પદયાત્રાને લઇ કોઇ અઘટિત ઘટના ઘટે અને એમાં સરકારી મિલકતને નુકશાન ન થાય તેવા આગોતરા આયોજનને લઇને સવારથી જ માણસા એસ.ટી. ડેપોના અધિકારીઓ દ્વારા મહેસાણા અને વિજાપુર તરફથી જતી બસ સેવાને સ્થગિત કરી દેવામાં આવી હતી.
પોલીસના લાઠીચાર્જમાં રામપુરા કુવા ઇડાના સતીશ પટેલ, કલમેશ પટેલ અને જીતુભાઇને ઇજા પહોંચી હતી. યાત્રાને પગલે આખા વિજાપુરને પોલીસે સવારથી જ કોર્ડન કરી લીધુ હતું. સવારે 11 વાગ્યાથી જ એસપી, પ્રાન્ત તેમજ મામલતદાર પણ ભાવસોર પાટીયા પર પહોંચી ગયા હતાં. પોલીસે 70 જેટલા યુવાઓની અટકાયત કરી. જેઓને સતલાસણા, વસાઇ, નંદાસણ, પેથાપુર સહિતના પોલીસ સ્ટેશને લઇ જવાયા હતાં.
વિજાપુરઃ પાટીદાર અનામત આંદોલનના ભાગરૂપે ગઇકાલે વિજાપુરમાં યોજાયેલી પાટીદારોની સ્વાભિમાન યાત્રામાં પાંખી હાજરીને પગલે યાત્રાનો ફિયાસ્કો થઇ ગયો હતો. પોલીસે યાત્રાની મંજૂરી આપી નહોતી તેમ છતાં પાટીદારોએ આ યાત્રા યોજી હતી. જેને પગલે કડક પોલીસ બંદોબસ્ત યોજવામાં આવ્યો હતો. યાત્રામાં પોલીસની લાઠીમાં કેટલાક પાટીદારો ઇજાગ્રસ્ત થયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -