નવી દિલ્લીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને કોરોના થઈ જતાં મોદી સરકારના વરિષ્ઠ પ્રધાનોને પણ કોરોનાનો ચેપ લાગવાનો ખતરો છે. આ ખતરા વચ્ચે ભાજપના છ સાંસદો સેલ્ફ ક્વોરેન્ટાઈન થઈ ગયા છે કે જેથી બીજા કઈને ચેપ લાગવાનો ખતરો ના રહે.
કેન્દ્ર સરકારના આઈટી અને ટેલીકોમ પ્રધાન રવિશંકર પ્રસાદ ઉપરાંત બીજા પાંચ સંસદસભ્યો સેલ્ફ ક્વોરેન્ટાઈન થઈ ગયા છે કે જેથી બીજા કઈને ચેપ લાગવાનો ખતરો ના રહે. આ પાંચેય સાંસદો પશ્ચિમ બંગાળના છે અને તેમાંથી બે તો કેન્દ્રીય પ્રધાનો છે. દેબશ્રી ચૌધરી અને બાબુલ સુપ્રિયો એ બે પ્રધાનો સેલ્ફ ક્વોરેન્ટાઈન થઈ ગયા છે. આ સિવાય ત્રણ સાંસદો નીતિશ પ્રમાણિક, સૌમિત્ર ખાન અને સ્વપન દાસગુપ્તા પણ સેલ્ફ ક્વોરેન્ટાઈન થઈ ગયા છે. અમિત શાહે સાથે બંગાળની રાજકીય બાબતો અંગે બોલાવાયેલી બેઠકોમાં આ પાંચેય સાંસદો હાજર હતા તેથી તે સેલ્ફ ક્વોરેન્ટાઈન થયાં છે.
આ તમામ સાંસદોમાં હજુ કોરોનાનાં કોઈ લક્ષણ દેખાયાં નથી અને બધાંએ પોતાના ટેસ્ટ કરાવવાના છે પણ સાવચેતી ખાતર પાંચેય સાંસદો સેલ્ફ ક્વોરેન્ટાઈન થઈ ગયા છે કે જેથી બીજા કઈને ચેપ લાગવાનો ખતરો ના રહે.
અમિત શાહને કોરોના થતાં મોદી સરકારનાં ક્યાં મહિલા પ્રધાન થયાં સેલ્ફ ક્વોરેન્ટાઈન ? 3 પ્રધાનો સહિત છ સાંસદો પણ ક્વોરેન્ટાઈન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Aug 2020 11:22 AM (IST)
કેન્દ્ર સરકારના આઈટી અને ટેલીકોમ પ્રધાન રવિશંકર પ્રસાદ ઉપરાંત બીજા પાંચ સંસદસભ્યો સેલ્ફ ક્વોરેન્ટાઈન થઈ ગયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -