અમદાવાદઃ અમદાવાદમાં પતંગ ચગાવતા બાળકનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. ધાબા પર પગ લપસતા બાળક ધાબેથી પટકાયો હતો અને તેનું મોત નીપજ્યું છે. પરિવારે એકના એક 10 વર્ષનો પુત્ર ગુમાવતા પરિવાર ભાંગી પડ્યો છે.
આ અંગેની વિગતો એવી છે કે, શહેરના મેઘાણીનગર હાઉસીગ બોર્ડમાં વસતા પરિવારનો એકનો એક 10 વર્ષીય રોનક રાવત સોમવારે ધાબા પર પતંગ ચગાવવા ગયો હતો. સોમવારના રોજ માતા પિતા બહાર ગયા હતા અને આ અરસામાં રોનક ધાબા પર પતંગ ચગાવવા ગયો હતો. ધાબા પર પગ લપસી જતા બાળક ધાબા પરથી નીચે પટકાયો હતો. સાંજે ઘરે પરત ફરેલા માતા-પિતાએ ઇજાગ્રસ્ત બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં બાળકનું અકસ્માતે મોત નીપજ્યું હતું.
અમદાવાદઃ ધાબા પર પતંગ ચગાવવા ગયેલો છોકરો નીચે પટકાતા મોત, એકના એક પુત્રના મોતથી પરિવારમાં માતમ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Jan 2021 02:35 PM (IST)
મેઘાણીનગર હાઉસીગ બોર્ડમાં વસતા પરિવારનો એકનો એક 10 વર્ષીય રોનક રાવત સોમવારે ધાબા પર પતંગ ચગાવવા ગયો હતો. ધાબા પર પગ લપસી જતા બાળક ધાબા પરથી નીચે પટકાયો હતો.
મૃત બાળકની ફાઇલ તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -