અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. એમાં પણ અમદાવાદમાં કોરોનાનો સૌથી વધુ કહેર છે. ત્યારે કોરોનાના કારણે સંયુક્ત પરિવારમાં રહેતા લોકોને ચેપની સૌથી વધુ શક્યતાઓ છે. શહેરના વાડજની સિંધુનગર સોસાયટીમાં કોરોનાનો આતંક સા મે આવ્યો છે. અહીં એક જ પરિવારના 11 લોકોને કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ થઈ ગયો છે.

મળતી વિગતો પ્રમાણે પરિવારમાં એક સભ્યને કોરોના પોઝિટિવ આવતા બાકીના તમામ લોકોને ચેપ લાગ્યો છે. ઇસનપુરમાં એક પરિવારના આઠ સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યો છે. વાડજ અને ઇસનપુર વિસ્તારના રહીશોને SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.



નોંધનીય છે કે, અમદાવાદમાં ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કોરોનાના 292 કેસ નોંધાયા હતા. જ્યારે 25 લોકોના મોત થયા છે. તેમજ 238 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આમ, અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોનાના 6645 કેસો નોંધાયા છે, જેમાંથી 2112 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ 446 લોકોના મોત થયા છે. હવે અમદાવાદમાં 4087 એક્ટિવ કેસો છે.