અમદાવાદઃ અમદાવાદના ચકચારી નરોડા ગામ હત્યાકાંડમાં આજે વિશેષ અદાલત ચુકાદો આપી શકે છે. 28 ફેબ્રુઆરી 2002ના બનેલી આ ઘટનામાં અમદાવાદના નરોડા ગામ કોમી રમખાણોમાં 11 લોકોના મોત થયા હતા. સમગ્ર કેસમાં કુલ 86 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. તત્કાલીન ધારાસભ્ય માયા કોડનાની, બાબુ પટેલ અને જયદીપ પટેલ સહિતના લોકોની ધરપકડ કરાઈ હતી. સમગ્ર કેસની તપાસ SIT એ કરી હતી. આ કેસમાં બચાવ પક્ષ તરફથી 58 સાક્ષીઓ જ્યારે ફરિયાદ પક્ષ તરફથી 187 સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતા. ત્યારે વિશેષ અદાલતના ન્યાયમૂર્તિ એસ.કે બક્ષી મહત્વનો ચુકાદો આપી શકે છે.
આ હત્યાકાંડના એક દિવસ પૂર્વે એટલે કે, 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા રેલવે સ્ટેશને સાબરમતી એક્સપ્રેસના ડબ્બા નંબર એસ-6 ને સળગાવવામાં આવ્યો હતો. જેમાં 58 મુસાફરો સવાર હતા.પોલીસે તબક્કાવાર કરેલી આરોપીની ધરપકડ બાદ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશથી સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમને ૨૬/૦૮/૨૦૦૮ નાં રોજ તપાસ સોંપાઈ હતી. આ સમગ્ર કેસમાં SIT એ વીએચપીના અગ્રણી ડો જયદીપ પટેલ, ડો માયાબેન કોડનાની, બાબુ બજરંગી સહિતના આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. જે કેસમાં કોર્ટે આરોપીઓ સામે ચાર્જફ્રેમ કરીને જુબાની તથા ઉલટ તપાસ હાથ ધરવામાં આવી હતી. કેસમાં કુલ ૫૮ સાક્ષીઓએ બચાવપક્ષે જુબાની આપી હતી.. જ્યારે ૧૮૭ સાક્ષીઓની ફરિયાદી પક્ષે જુબાની લેવાઈ હતી..ત્યાર બાદ તપાસ અધિકારી પ્રવીણ માલની ૨૩.૦૯.૨૦૧૩નાં રોજ જુબાની શરૂ કરવામાં આવી હતી જેમની ઉલટ તપાસ આશરે બે વર્ષ સુધી ચાલી હતી.
રખડતા ઢોરના ત્રાસને ડામવા અમદાવાદ મનપા બાઉન્સરો રાખશે, શહેરના 96 સ્થળે AMC કરશે તૈનાત
Ahmedabad: રખડતા ઢોરના ત્રાસના ડામવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બાઉન્સરોનો કરશે ઉપયોગ. ગુજરાત સ્ટેટ લેગલ સર્વિસીસ ઓથોરિટીએ જાહેર કરેલા 96 જેટલા સ્થળોને કોર્પોરેશને રખડતા ઢોરના ત્રાસ અંગેના હોટસ્પોટ માન્યા છે. આ 96 સ્થળોએ બે શિફ્ટમાં બાઉન્સર કામ કરશે. કોર્પોરેશને રખડતા ઢોરના ત્રાસના ડામવા માટે બનેલી નવી નીતિ પણ કોર્ટના રેકોર્ડ પર મૂકી છે. જેમાં સ્ટેન્ડિંગ કમિટી અને આ જનરલ બોર્ડની મંજૂરીથી નીતિનો અમલ થશે તેવી પણ સોગંદનામાંમાં કબૂલાત કરવામાં આવી છે. રખડતા ઢોરના ત્રાસના કારણે થતા મૃત્યુના કિસ્સાઓમાં વળતર માટે નીતિ બનાવવા માટે કોર્પોરેશને રાજ્ય સરકારને વિનંતી કરી હોવાની પણ કબુલાત કરી છે.
નોંધનીય છે કે, શહેરમાં રોડ ઉપર પશુઓ રખડતા જોવા ના મળે, રોડ પર પશુઓને કારણે થતા અકસ્માત નિવારી શકાય, જાહેર આરોગ્ય તથા શહેરીજનોની સુરક્ષા સુઢ કરી શકાય તે માટે હયાત તમામ પ્રશ્નો તથા ભવિષ્યમાં ઉભા થનારા સંભવિત પ્રશ્નોના નિરાકરણ તથા ચુસ્ત અમલીકરણ માટે ઢોર ત્રાસ અંકુશ અને તેના નિયમનના સર્વ આયામોને સમાવેશ કરતી પોલીસી બનાવવાની અત્યંત જરૂરીયાત ઉભી થયેલ છે.