અમદાવાદ: રાજ્યમાં 2002માં સરદારપુરા રમખાણો મામલે આજે હાઈકોર્ટ પોતાનો ચુકાદો સંભળાવે તેવી શક્યતા છે. ગુજરાત હાઈકોર્ટ આજે આ કેસને લગતી વિવિધ અપીલ્સ પર પોતાનો ચુકાદો સંભળાવી શકે છે. જસ્ટિસ હર્ષા દેવાણીની બેંચઆ ચુકાદો આપશે. 2002માં થયેલા રમખાણોમાં ટોળાએ રૂમમાં પુરી 33 લોકોની હત્યા કરી દીધી હતી..આ મામલે 42 આરોપીઓમાંથી 31ને આજીવન કેદની સજા કોર્ટે ફટકારી હતી. જ્યારે 11 લોકોનેપુરાવાના અભાવે મુક્ત કર્યા હતા. સીટે આ તમામ 31 દોષિતો માટે ફાંસીની સજા ફટકારવાની માંગ કરી છે.