અમદાવાદઃ અમદાવાદમાં વર્ષ 2008ના સીરિયલ બ્લાસ્ટ કેસના 49 દોષિતોને 18 ફેબ્રુઆરીએ સજા સંભળાવાશે. મળતી જાણકારી અનુસાર, વર્ષ 2008 સિરિયલ બ્લાસ્ટ કેસમાં દોષિતોને સજા મુદ્દે તમામ પક્ષે સુનાવણી પૂર્ણ થઈ છે. વિશેષ અદાલતે દોષિતોનો, બચાવ પક્ષના વકીલોનો અને પ્રોસિક્યુશનનો પક્ષ સાંભળ્યો હતો. પ્રોસિક્યુશન તરફથી દોષિતોને ફાંસીની સજાની માંગણી કરાઈ છે જ્યારે બચાવ પક્ષ તરફથી લઘુત્તમ સજાની માંગણી કરાઈ છે. આ અંગે 18 ફેબ્રુઆરીએ વિશેષ અદાલત સજાનું એલાન કરશે
પ્રોસીક્યુશન તરફથી દોષિતોને ફાંસીની સજાની માંગ કરાઈ છે તો બચાવ પક્ષ તરફથી લઘુત્તમ સજાની માંગ કરાઇ છે. સજા મુદ્દે બંને પક્ષ તરફથી દલીલ પૂર્ણ થયા બાદ હવે 18 ફેબ્રુઆરીના વિશેષ અદાલત સજાની જાહેરાત કરાશે. નોંધનીય છે કે 26 જુલાઈ, 2008ના અમદાવામાં સીરિયલ બ્લાસ્ટ થયા હતા. જેમાં 56 લોકોના મોત થયા હતા. તો 200થી વધુ ઘાયલ થયા હતા. ઘટનાના 14 વર્ષ બાદ વિશેષ અદાલતે 77માંથી 49 આરોપીને દોષિત જાહેર કર્યા છે. જ્યારે 28 આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 998 કેસ નોંધાયા
ગાંધીનગરઃ ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 998 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 11195 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 77 લોકો વેન્ટીલેટર પર છે. 11118 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 11,95,295 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,838 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 16 લોકોના મોત થયા છે.
Protein In Natural Food: શું આપને શરીરમાં આ તકલીફ થઇ રહી છે, તો પ્રોટીનની છે ઉણપ, આ ફૂડથી કરો દૂર