અમદાવાદ: ઓઢવમાં લઠ્ઠાકાંડના કેસમાં આજે સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો. સેશન્સ કોર્ટે ઓઢવના લઠ્ઠાકાંડમાં 6 આરોપીઓને દોષિત જાહેર કર્યાં છે. આ ઘટનામાં મુખ્ય સૂત્રધાર વિનોદ ડગરી સહિતના 6 લોકોને દોષિત કોર્ટે માન્યા છે.
નોંધનીય છે કે, 28 જુને ઓઢવના લઠ્ઠાકાંડનો ચુકાદો આવવાનો હતો પરંતુ રથયાત્રાના કારણે કોર્ટમાં ચુકાદો ટળ્યો હતો. લઠ્ઠાકાંડમાં 123નાં મોત અને 200 લોકોને ઝેરી દારૂની અસર થઈ હતી. આ ઘટનામાં વિનોદ ડગરી સહિત 33થી વધુની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં 650થી વધુ સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા હતા.
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં 9મી જૂનથી 11મી જૂન 2009 દરમિયાન સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 123નાં મોત અને 200 લોકોને અસર થઈ હતી. જેમાં વિનોદ ડગરી સહિત પકડાયેલા 33 લોકો સામે રથયાત્રાના બંદોબસ્તને લીધે પોલીસ જાપ્તો નહીં આવવાથી સ્પેશિયલ જજ ડી.પી.મહિડાએ ચુકાદો 6ઠ્ઠી જુલાઈ પર મુલતવી રાખવામાં આવ્યો હતો.
2009 લઠ્ઠાકાંડમાં અમદાવાદ સેશન્સ કોર્ટે શું આપ્યો મહત્વનો ચુકાદો? જાણો વિગત
abpasmita.in
Updated at:
06 Jul 2019 02:23 PM (IST)
28 જુને ઓઢવના લઠ્ઠાકાંડનો ચુકાદો આવવાનો હતો પરંતુ રથયાત્રાના કારણે કોર્ટમાં ચુકાદો ટળ્યો હતો. લઠ્ઠાકાંડમાં 123નાં મોત અને 200 લોકોને ઝેરી દારૂની અસર થઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -