અમદાવાદ: ગુજરાત એટીએસની ટીમે જૂનાગઢના કુખ્યાત આરોપી જુસાબ અલ્લારખાની ધરપકડ કરી હતી. સામાન્ય સંજોગમાં પુરૂષો પોલીસ અધિકારીઓને પણ પરસેવો છોડાવી દે તેવો કુખ્યાત આરોપીને ચાર વિરાંગના મહિલા અધિકારીઓએ કુખ્યાત આરોપીને ઘૂંટણિયે પાડી દીધો હતો. આરોપી રાજકોટ રૂરલમાં પટેલ યુવાનની હત્યાના ગુનામાં ફરાર હતો.

એટીએસના મહિલા પીએસઆઇ એસ.કે.ઓડેદરા અને ટીમે બોટાદ નજીક દેવગઢ ગામના ડુંગરાળ વિસ્તારમાંથી કુખ્યાત આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી સામે 35 જેટલા અલગ-અલગ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

ગુજરાત એટીએસની ટીમને બાતમી મળી હતી કે, બોટાદના જંગલોમાં કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી હતી. જેને પગલે એટીએસના ડીઆઈજી હિમાંશુ શુક્લાએ એક ટીમ બનાવી હતી. જેમાં ચાર મહિલા પીએસઆઈનો પણ સમાવેશ કર્યો હતો. તેમાં પીએસઆઈ સંતોક ઓડેદરા, પીએસઆઈ નિત્મિકા ગોહિલ, પીએસઆઈ અરૂણા ગામેતી અને પીએસઆઈ શકુંતલા મલે રાત્રે બોટાદના જંગલોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

ત્યારે એક સીમમાંથી જૂનાગઢનો કુખ્યાત ગુનેગાર જુસાબ અલ્લારખા મળી આવ્યો હતો. એટીએસની મહિલા પીએસઆઈની ટીમે તેને ઝડપી પાડ્યો હતો. જુસાબ અલ્લારખા પર જૂનાગઢમાં 15થી વધુ ગંભીર ગુના નોંધ્યા છે. તે જૂનાગઢના લોકો અને પોલીસ માટે માથાનો દુઃખાવો હતો. ત્યારે આ મહિલા પીએસઆઇએ જુસાબ અલ્લારખાને ઝડપી લેતાં તેનો જૂનાગઢમાં ખૌફ દૂર થયો હતો.

ગુજરાત એટીએસે તેની ટીમમાં 4 મહિલા પીએસઆઇને કામ સોંપ્યું હતું. ચારેય મહિલા પીએસાઈએ જૂનાગઢના કુખ્યાત ગુનેગાર જુસાબ અલ્લારખાને ઝડપી પાડીને સમાજમાં દાખલો બેસાડ્યો હતો.