અમદાવાદઃ અમદાવાદ શહેરમાં હર્ડ ઇમ્યુનિટીને લઈને મોટો ખુલાસો થયો છે. હર્ડ ઇમ્યુનિટી અંગે જૂન 2020માં 30,000થી વધુ સેમ્પલ લેવામાં આવ્યા હતા. પહેલા સર્વે બાદ ઓગષ્ટ મહિનામાં સિરો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વે પ્રમાણે 45 દિવસના અંતરમાં નાગરિકોમાં કોરોના સામે લડવાની શક્તિ માત્ર 5.5 ટકા વધી છે. તબીબોના મતે 65 લાખના મતે 5.5 ટકા લોકોમાં કોરોના સામે લડવાની શક્તિ ખુબ સામાન્ય છે. કોરોના સંક્રમણ થયા બાદ માર્ચથી જુલાઈ સુધીના 1800 કેસ પર રિસર્ચ કરવામાં આવ્યું હતું.
એએમસી એમઇટી મેડિકલ કોલેજના એસોસિએટ પ્રોફેસર ડો. જય શેઠે જણાવ્યું હતું કે, આપણે માર્ચથી જુલાઇ સુધીના આર્ટિફિસિયલ અને રેપિડ-એન્ટીજન ટેસ્ટથી કંફોર્મ થયેલા કોરોનાના લગભગ 1800થી વધુ કેસોમાં એન્ટીબોડીનું પ્રમાણ ચકાસ્યું, ત્યારે આવા કેસોમાં શિરો પોઝિટિવિટી લગભગ 60 ટકા જેટલી જ જોવા મળી છે. આનો અર્થ એ છે કે, કોરોના પછી સફળતા પૂર્વક રિકવર થયેલા દર્દીઓમાં પણ 40 ટકા કેસોમાં એન્ટીબોડી જોવા મળી નથી. આમ ન થવાના ઘણા કારણો હોય શકે, જે વૈજ્ઞાનિક અભિગમ દ્વારા તબીબી સંશોધનનો વિષય છે. પરંતુ એનો અર્થ એમ પણ થાય કે, કોરોનામાંથી રિકવર થયા પછી પણ ફરીવાર કોરોનાનું સંક્રમણ થવાનું જોખમ રહે છે.
1800 પૈકી 720 નાગરિકોમાં કોરોના સામે લડવાની રોગ પ્રતિકારક શક્તિ જોવા મળી છે. અમદાવાદ શહેર હર્ડ ઇમ્યુનિટીથી હજી ઘણું દૂર હોવાનો તબીબોનો દાવો છે.
કોરોનાની સફળ સારવાર પછી રિકવર થયેલા દર્દીને ફરીથી ચેપ લાગે? સર્વેમાં થયો મોટો ધડાકો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Sep 2020 10:45 AM (IST)
ડો. જય શેઠે જણાવ્યું હતું કે, કોરોનાના લગભગ 1800થી વધુ કેસોમાં એન્ટીબોડીનું પ્રમાણ ચકાસ્યું, ત્યારે આવા કેસોમાં શિરો પોઝિટિવિટી લગભગ 60 ટકા જેટલી જ જોવા મળી છે. કોરોના પછી સફળતા પૂર્વક રિકવર થયેલા દર્દીઓમાં પણ 40 ટકા કેસોમાં એન્ટીબોડી જોવા મળી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -