Ahmedabad Unseasonal Rain: અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ એએમસીની પોલ ખોલી નાખી છે. શહેરમાં કમોસમી વરસાદના કારણે 45 જેટલા વૃક્ષ અને ડાળીઓ પડવાની ઘટના સામે આવી છે. રાયપુર,સારંગપુર,ખોખરા,સૈજપુર બોઘા અને શાહીબાગ વોર્ડમાં વૃક્ષ અને ડાળીઓ પડવાની ઘટના સામે આવી છે.તો બીજી તરફ સરસપુરમાં વૃક્ષ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત થયું છે.


 



મકતમપુરા ભુવો પડ્યો


શહેરના મકતમપુરા વિસ્તારમાં રોડ બેસી જતા ગાડી ભુવામાં ખાબકી હતી. થોડા વરસાદમાં શહેરમાં અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા હતા. મણિનગર ગોરના કુવા પાસે ભાઈપુરા વોર્ડમાં બે કલાક બાદ પાણી ઓસરવાની શરૂઆત થઈ હતી. કમોસમી વરસાદ ચોમાસા પહેલા AMC માટે લાલ બત્તી સમાન બન્યો છે. નોંધનીય છે કે, ગઈકાલે સાંજે અમદાવાદમા પડેલા કમોસમી વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરવાની સમસ્યા સામે આવી છે. સામન્ય વરસાદમા એરપોર્ટમાં પણ પાણી ભરાયા હતા. આ ઉપરાંત આઠ ડોમેસ્ટીક ફલાઈટો એક થી બે કલાક  મોડી પડી હતી.


અમદાવાદ શહેરમાં આજે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ક્વોલિફાયર મુકાબલો છે. આ મેચ શરુ થાય તેના થોડા સમય પહેલા જ અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે.  આજે બપોરના સમયે ભારે ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદી ઝાપટું પડ્યું છે.  IPLના ચાહકો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે.  IPLમાં વરસાદ વિધ્ન બને તેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ શહેરના  વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં  એસજી હાઈવે,  થલતેજ, આશ્રમરોડ, સરખેજ સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. 


અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે.  વાદળછાયા વાતાવરણ વચ્ચે થલતેજ વિસ્તારમાં હળવો વરસાદ વરસ્યો છે. શહેરના ગોતા, ચાંદલોડિયા, વાડજ સહિત  શહેરના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે.  મોટેરા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરના એસ જી હાઇવે અને  વૈષ્ણવ દેવી વિસ્તાર આસપાસ કમોસમી વરસાદનું ઝાપટું પડ્યું હતું. 


સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી


રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.  સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુસાર, ગુજરાતમાં  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે.  જેને લઈ 28 અને 29 તારીખે ગુજરાતમાં માવઠું પડશે.   હવામાન વિભાગના મતે વરસાદી માહોલ અને ભારે પવન ફૂંકાવાને લઈ ગરમીથી મુક્તિ મળશે. ત્રણ દિવસ તો તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય.   ત્યારબાદ ગરમીમાં થોડો વધારો થશે. આજે અમદાવાદ સૌથી ગરમ રહ્યું છે.   અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન