Ahmedabad Weather Update: અમદાવાદ સહિત રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી (heat wave) પડી રહી છે. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી 5 દિવસ એડ એલર્ટની (season’s first red alert in Ahmedabad) આગાહી કરવામાં આવી છે. શહેરમાં 21 થી 25 સુધી રેડ એલર્ટ જાહેર કરાયું છે. શહેરનું તાપમાન 45 ડિગ્રી અથવા ઉપર જવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને (Ahmedabad municipal corporation) અંદાજ છે. આ સીઝનમાં પ્રથમ રેડ એલર્ટ છે.


તંત્ર દ્વારા કન્સ્ટ્રકશન સાઇટ (construction site) ઉપર કામ કરતા શ્રમિકો (labours) કામ ન કરે અને સગર્ભા મહિલાઓ (pregnant women) અને વૃદ્ધો  (elder person) બહાર ન નીકળે તે અપીલ કરવામાં આવી છે. ઉપરાંત હોસ્પિટલો અને અર્બન હેલ્થ સેન્ટરો ઉપર તમામ વ્યવસ્થા કરવામાં આવશે. ગાર્ડન વિભાગ અને લાઈટ વિભાગને પણ જરૂરી સુચના આપવામાં આવશે. આગામી 5 દિવસ દરમિયાન તાપમાન 45 દિવસ રહેવાની આશંકાના પગલે બપોરના સમયે છાયામાં રહે અને દુપટ્ટો,ટોપી અને સુતરાઉ કાપડ પહેરવા સૂચના છે. આ સિવાય વધુમાં વધુ પ્રવાહી લેવા પણ AMC દ્વારા અપીલ કરવામાં આવી છે. જો વધુ પડતું માથું દુખે, તાવ આવવાની સ્થિતિ લાગે તો તબીબોનો સંપર્ક સાધવો તેમ પણ જણાવ્યું છે. હેલ્થ વિભાગ,સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા સૂચનાઓ અપાઈ છે ત્યાં હિટ એક્શન પ્લાન, ગાઈડલાઈનનું પાલન થાય તે અંગે તપાસ કરાશે.


LG અને શારદાબેન હોસ્પિટલમાં હિટ સ્ટ્રોકના દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે. નાના બાળકો આગામી ત્રણ થઇ ચાર દિવસ ઘરમાં રહે તે માતાપિતાને અપીલ કરવામાં આવી છે. બપોરના સમય દરમિયાન પાણી,છાશનો વધુ ઉપયોગ કરવા, અચાનક એસીમાંથી ગરમીમાં ન જવા પણ જણાવાયું છે.


 હવામાન વિભાગે રાજ્યમાં હીટવેવની  આગહી કરી છે. હવામાન  વિભાગ અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, આણંદ, સુરત, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર, અમદાવાદમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર બે દિવસ ગુજરાતમાં ગરમ રાત રહેશે. આજે પણ કેટલાક જિલ્લાઓમાં યલો તો કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.