અમદાવાદઃ રાજ્યનામાં પાંચ IAS અધિકારીની બદલી કરવામાં આવી છે. અમદાવાદના કલેકટર કે કે નિરાલાની બદલી કરવામાં આવી છે, જેમને ગૃહ વિભાગમાં અધિક સચિવ તરીકે મુકવામાં આવ્યા છે. પાટણના કલેક્ટર આનંદ બાબુલાલ પટેલની પણ બદલી કરવામાં આવી છે. તેમને બનાસકાંઠાના કલેકટર તરીકે નિમાયા છે.
બનાસકાંઠાના કલેકટર સંદીપ સાગલેની અમદાવાદ કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે. સુપ્રિત સિંઘ ગુલાટી એમલોયમેન્ટ ટ્રેનિંગના ડિરેકટર પદેથી બદલી કરવામાં આવી છે અને તેમને પાટણ કલેકટર બનાવાયા ચે.
ડેપ્યુટેશનથી પરત ફરેલા આલોક કુમાર પાંડેને ડિરેકટર એમ્પલોઇ એન્ડ ટ્રેનિંગમાં મુકવામાં આવ્યા છે.