અમદાવાદ: શહેરમાં રોગચાળાએ ફરીથી માથું ઉચક્યું છે. શહેરમાં રોગચાળાના આંકડાઓમાં વધારો થતો જાય છે. 10 દિવસમાં મલેરિયાના 790 કેસ નોંધાયા છે. ઝેરી મલેરિયાના 68, ડેન્‍ગ્‍યૂના 16 તેમજ ચીકનગુનિયાનો એક કેસ નોંધાયો છે. તો 3 હજાર 576 જગ્યાએ મચ્‍છરોનાં ઉત્પત્તિ સ્થાન મળી આવ્યાં છે.

અમદાવાદ મહાનગર પાલિકા સંચાલિત સરકારી હોસ્પિટલમાં દર્દીઓ ઊભરાઈ રહ્યા છે. મનપાનો દાવો છે કે મચ્છરજન્ય રોગોને ડામવા માટે શહેરમાં ઠેર ઠેર દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે પરંતુ સ્થિતિ જોતાં લાગે છે કે માત્ર દવાના છંટકાવથી કામ નહીં ચાલે. આ સિવાયના વિકલ્પો ઉપર પણ પાલિકાએ તાત્કાલિક વિચાર કરીને વધતા જતા રોગચાળાને રોકવા માટેની કોશિશ કરવી પડશે.