અમદાવાદ: આણંદપંથક વિસ્તારમાં થયેલા કિડની કૌભાંડ મામલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરાઈ છે. આ અરજીમાં હ્યુમન ઓર્ગન્સના ટ્રાફિકિંગ અંગેના ગુનાની તપાસ કરવાની સત્તા પોલીસ પાસે નહિ હોવાનો દાવો કરાયો છે. સાથે જ રજૂઆત કરાઈ છે કે આવા ગુનાઓની તપાસ માટે જરૂરી એવી સ્ટેટ કે સેન્ટ્રલ એજન્સી ગુજરાતમાં નથી. માટે આવા ગુનાઓની તપાસ માટે સક્ષમ સત્તા ધરાવતી એજન્સી નીમવા અને તેને તપાસ આપવા કોર્ટ હુકમ કરે અથવા તો આ મામલે નોંધાયેલી ફરિયાદ રદ્દ કરે તેવી કોર્ટમાં રજૂઆત થઇ છે.