Rain Update:ભારે વરસાદની આગાહી દરમિયાન અમદાવાદમાં પણ છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ છે. અહીં વાસણા બેરેજના 9 દરવાજા ખોલાતા ખેડા અને માતર તાલુકાના કાંઠાના ગામને કરાયા એલર્ટ કરવામાં આવ્યાં છે.


રાજ્યમાં એકસાથા ત્રણ વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં પણ છૂટછવાયો સામાન્યથી હળવો વરસાદ વરસી રહ્યો છે. વરસાદના પગલે પાણીની સતત આવકના કારણે વાસણા બેરેજના 9 દરવાજા ખોલવામાં આવ્યા છે અને 25 હજાર 263 ક્યુસેક  પાણી છોડવામાં આવ્યું છે. વાસણા બેરેજના 9 દરવાજા ખોલાતા ખેડા અને માતર તાલુકાના કાંઠાના ગામને કરાયા એલર્ટ કરવામાં આવ્યાં છે. નાની કલોલી, મોટી કલોલી, રઢુ ગામ સહિત રસિકપુરા,પથાપુરા,નાયકા અને નવાગામ, ચલીન્દ્રા સહિતના અનેક ગામ એલર્ટ કરવામાં આવ્યાં છે.


અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અહીં હળવાથી સામાન્ય વરસાદમાં પણ મનપાની નબળી કામગીરીની પોલ ખોલી રહી છે. રોડ રસ્તાની પર પડીરહેલા મસમોટા ભૂવા અને ખાડાના કારણે સતત લોકોની પરેશાનીમાં વધારો થઇ રહ્યો છે.


સામાન્ય વરસાદમાં અમદાવાદમાં રોડ બેસવાની સમસ્યા યથાવત છે. નિર્ણયનગરની ત્રિશા હોસ્પિટલ નજીક રોડ બેસી જતાં અહી  ટ્રક અંદર ધરી ગઇ હતી. રોડનો અમુક ભાગ નબળો હોવાથી ટ્રક ઘુસી ગઇ હતી. અહીં અકસ્માત ટાળવા ખાડાની આસપાસ બેરીકેટ મુકી દેવાયા છે.


એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ થતા રાજ્યમાં આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે  આગાહી કરી છે. આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, તો દક્ષિણ ગુજરાતના સુરત નવસારી, વલસાડ તો સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, મોરબી, પોરબંદર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.  આ દરમિયાન વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આંકલન કર્યું છે.


શું કહ્યું અંબાલાલ પટેલે


અંબાલાલ પટેલે આંકલન કરતાં કહ્યું,  ધીમેધીમે વરસાદનું જોર ઘટવા લાગશે. ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર રહેશે. મહેસાણા, જોટાણામાં ભારે વરસાદની શક્યતા છે. બનાસકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે. ગીર સોમનાથ, જામનગર, ભાવનગરમાં વરસાદની શક્યતા છે. આજે સાંજ સુધીમાં ઉત્તર, મધ્ય ગુજરાત ભારે વરસાદની શક્યતા છે. 15 જુલાઈએ બંગાળની ખાડીમાં વધુ એક ડિપ્રેશન સક્રિય થશે. 18થી 20 જુલાઈએ સમગ્ર દેશમાં વરસાદ વરસી શકે છે. ઓડિશા, આંધ્ર, પશ્ચિમ બંગાળમાં વરસાદની શક્યતા છે. હાલની સિસ્ટમ મધ્ય પ્રદેશ, રાજસ્થાન તરફ જશે.