બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર થતા અત્યાચાર મામલે અમદાવાદમાં જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હિન્દૂ હિત રક્ષા સમિતિએ માનવ સાંકળ બનાવીને વિરોધ નોંધાવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. VHPના મહામંત્રી અશોક રાવલે કહ્યું હતું કે અમે કેન્દ્ર સરકારને આ અંગે રજૂઆત કરી છે.ભાડજના હરિકૃષ્ણદાસજી મહારાજે કહ્યું કે છેલ્લા અમુક મહિના નહીં પણ બાંગ્લાદેશમાં ઘણા વર્ષોથી મંદિરો પર હુમલા થાય છે. બાંગ્લાદેશમાં થતી આ પ્રકારની ઘટનાઓ ક્યારેક સાંખી લેવામાં નહિ આવે.


તો દિલીપદાસજી મહારાજે કહ્યું કે આજના માનવ અધિકાર દિવસે બાંગ્લાદેશમાં અત્યાચારોને ડામવા આજે તમામ લોકો એકત્ર થયા છે. આપણે કેન્દ્ર સરકાર,રાજ્ય સરકાર સમગ્ર મામલે ધ્યાન આપી બાંગ્લાદેશમાં શાંતિ સ્થપાય તે માટે આશા રાખીએ છીએ અને મંદિરોનું ફરીથી નિર્માણ થાય તે માટે આપણે તમામ એકત્ર થયા છીએ.


હિન્દુ હિત રક્ષા સમિતિએ માનવ સાંકળ બનાવી વિરોધ નોંધાવ્યો હતો. VHPના મહામંત્રી અશોક રાવલે કહ્યું હતું કે અમે આ મામલે કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે. બાંગ્લાદેશમાં હિન્દૂ ધર્મના લોકો ઉપર અને મંદિરો ઉપર હુમલા થઈ રહ્યા છે. કહેવાતા માનવતાવાદી વિચારધારા ધરાવનાર વર્ગ ક્યાં છે? એવોર્ડ વાપસી ગેંગ ક્યાં ખોવાઈ છે? ભાડજના હરિકૃષ્ણદાસજી મહારાજે કહ્યું હતું કે છેલ્લા અમુક મહિના નહીં પણ બાંગ્લાદેશમાં ઘણા વર્ષોથી મંદિરો પર હુમલા થાય છે. સંતોની હત્યા કરવામાં આવે છે. બાંગ્લાદેશમાં થતી આ પ્રકારની ઘટનાઓ ક્યારેક સાંખી લેવામાં આવશે નહિ.

દિલીપદાસજી મહારાજે કહ્યું હતું કે આજના માનવ અધિકાર દિવસે બાંગ્લાદેશમાં અત્યાચારોને ડામવા આજે તમામ લોકો એકત્ર થયા છે. બાંગ્લાદેશમાં જે સ્થિતિ થઈ રહી છે તે ન થવી જોઈએ. આટલી મોટી સંખ્યા હોવા છતાં એક નાનો દેશ આપણા હિંદુઓ ઉપર અત્યાચાર કરી રહ્યો છે.


નોંધનીય છે કે બાંગ્લાદેશમાં ઈસ્કોનને મોટી રાહત મળી હતી. હાઈકોર્ટે ઈસ્કોન પર પ્રતિબંધ મુકવાનો ઈનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે તે વચગાળાની સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીથી સંતુષ્ટ છે. તેથી હાલમાં આ બાબતે સુઓ મોટો સંજ્ઞાન લેવાની જરૂર નથી. વાસ્તવમાં બાંગ્લાદેશમાં બુધવારે સુપ્રીમ કોર્ટના વકીલ મોનીરુઝમાને જસ્ટિસ ફરાહ મહેબૂબ અને જસ્ટિસ દેબાશિષ રોય ચૌધરીની બેન્ચ સમક્ષ અરજી દાખલ કરીને ઈસ્કોન પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી. તેમણે ચટગાંવ અને રંગપુરમાં ઈમરજન્સી જાહેર કરવાની પણ અપીલ કરી હતી.


આ મુસ્લિમ દેશમાં ધડાધડ પ્રૉપર્ટી ખરીદી રહ્યાં છે ભારતીયો, જાણો શું છે તેની પાછળનું કારણ