ભારતમાં પ્રૉપર્ટીના દર આસમાને છે. ખાસ કરીને જો તમે દેશના ટોપ 5 શહેરોમાં ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો દર સાંભળીને તમને ચક્કર આવી શકે છે. જો કે આ પછી પણ દેશના લોકો ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ મોટાપાયે પ્રૉપર્ટી ખરીદી રહ્યાં છે. આવો, આજે આ સમાચારમાં અમે તમને એવા દેશો વિશે જણાવીશું જ્યાં ભારતીયો સૌથી વધુ પ્રૉપર્ટી ખરીદે છે.
કયા દેશોમાં સૌથી વધુ પ્રૉપર્ટી ખરીદી રહ્યાં છે ભારતીયો
મનીકંટ્રૉલના રિપૉર્ટ અનુસાર, ગ્રીસ વિશ્વના ટોચના દેશોમાં પ્રથમ સ્થાને છે જ્યાં ભારતીયો સૌથી વધુ પ્રૉપર્ટી ખરીદે છે. જ્યારે તુર્કી બીજા સ્થાને છે. આ દેશમાં પણ ભારતીય લોકો પ્રૉપર્ટીમાં મોટા પ્રમાણમાં રોકાણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, તુર્કીમાં લગભગ 99 ટકા લોકો ઈસ્લામમાં વિશ્વાસ કરે છે. ત્રીજા સ્થાને કેરેબિયન દેશો છે, જ્યાં ભારતીયો પ્રૉપર્ટીમાં સૌથી વધુ રોકાણ કરે છે. આ ઉપરાંત માલ્ટા અને સ્પેનમાં પણ ભારતીયો મોટાપાયે ઘરો ખરીદી રહ્યા છે.
બીજા દેશોમાં ઘર કેમ લઇ રહ્યાં છે ભારતીયો
અન્ય દેશોમાં પ્રૉપર્ટી ખરીદતી વખતે ભારતીયોનો પહેલો વિચાર ગૉલ્ડન વિઝા મેળવવાનો હોય છે. આ સિવાય ભારતીય લોકોમાં હંમેશા એક વાત હોય છે કે તેઓ વિદેશમાં પણ પોતાનું ઘર રાખવા માંગે છે. જો કોઈ દેશ તેમને ઘર ખરીદવાની તક આપે છે તો ભારતીયો ત્યાં રોકાણ કરે છે. બ્રિટન અને સાઉદી અરેબિયા જેવા દેશો તેના ઉત્તમ ઉદાહરણ છે. સામાન્ય ભારતીયો સિવાય મોટા સ્ટાર્સે પણ આ દેશોમાં ઘર ખરીદ્યા છે.
ગ્રીસમાં સૌથી વધુ રોકાણ કેમ કરી રહ્યાં છે ભારતીયો
વાસ્તવમાં, ગ્રીસે વર્ષ 2013માં ગૉલ્ડન વિઝા પ્રૉગ્રામ શરૂ કર્યો હતો. આ મુજબ, ગ્રીક સરકાર રિયલ એસ્ટેટ, સરકારી બૉન્ડ અથવા અન્ય માન્ય સાધનોમાં ઓછામાં ઓછા €250,000 (રૂ. 2,21,70,250)નું રોકાણ કરનારા કોઈપણ વિદેશીને ગૉલ્ડન વિઝા આપશે. ગ્રીસ ઉપરાંત સંયુક્ત આરબ અમીરાત (UAE), ઓસ્ટ્રેલિયા, અમેરિકા જેવા દેશો પણ નાના રોકાણ પર ગૉલ્ડન વિઝા આપે છે.
આ પણ વાંચો
NASA Facts: નાસાના એસ્ટ્રોનૉટ્સને મળે છે આટલો પગાર, જાણીને ચોંકી જશો...