અમદાવાદ: આજકાલ હનીટ્રેપની ઘટના સામાન્ય બની ગઈ છે.  અમદાવાદમાં એક વેપારી સાથે હનીટ્રેપની ઘટના બની છે.  ખોખરામાં રહેતા વેપારી આ હનીટ્રેપનો શિકાર બન્યા છે. ડેટિંગ એપના માધ્યમથી વેપારીને તેનો શિકાર બનાવવામાં આવ્યા હતી. ડેટિંગ એપથી યુવતિનો વેપારી સાથે સંપર્ક થયો હતો. બાદમાં યુવતિના પ્રેમમાં પાગલ થયેલા વેપારી પાસેથી યુવતિએ 29 લાખ રુપિયા પડાવી લીધા હતા. 


ડેટિંગ એપના માધ્યમથી પશ્ચિમ બંગાળની એક યુવતિનો સંપર્ક થયો


અમદાવાદના ખોખરામાં રહેતા આંગડિયા પેઢીના એક વેપારી સાથે ડેટિંગ એપના માધ્યમથી પશ્ચિમ બંગાળની એક યુવતિનો સંપર્ક થયો હતો. આ યુવતિએ વેપારીને હનીટ્રેપમાં ફસાવીને 22 લાખ રોકડા અને ગિફ્ટ સહિત 7 લાખના દાગીના લીધા હતા. બાદમાં યુવતિએ વેપારી સાથેના તમામ સંપર્ક તોડી નાખ્યા હતા. આ મામલે અંતે વેપારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 


એક યુવક પણ આ હનીટ્રેપમાં સામેલ


પોલીસે સમગ્ર કેસમાં વધુ તપાસ હાથ ધરી છે. ગુનાહિત કાવતરુ ઘડવામાં માસ્ટર યુવતિ  અને તેની સાથે રહેલો એક યુવક પણ આ હનીટ્રેપમાં સામેલ છે. પોલીસ ફરિયાદના આધારે યુવતિ અને તેના સાગરીતની પોલીસે ધરપકડ કરી છે. આ કાવતરાનો મુખ્ય સુત્રધાર  હાલ ફરાર છે. જેને પકડવા માટે પોલીસ કામ કરી રહી છે. 


યુવકે વેપારીનો સંપર્ક યુવતિ સાથે કરાવ્યો હતો


અમદાવાદના આ વેપારી ઓગસ્ટ 2022માં એક યુવકના સંપર્કમાં આવ્યા હતા. યુવકે વેપારીનો સંપર્ક યુવતિ સાથે કરાવ્યો હતો.  સંપર્ક થયા બાદ વેપારીએ ગોવાની ટ્રીપ પ્લાન કરી હતી. યુવતિને લઈ જવા યુવકે 7 દિવસના 1.40 લાખ રૂપિયા આપ્યા હતા તેમજ  વેપારીએ  યુવકને 35 હજાર કમિશન પણ ચૂકવ્યું હતું. આ ટ્રીપ બાદ યુવતિએ નંબર બ્લોક કરી દિધો હતો.