અમદાવાદની હાઉસિંગ બોર્ડની સોસાયટીની કમિટીના અણઘડ વહિવટના કારણે સોસાયટીના રહિશોને પરેશાન થવાનો સમય આવ્યો છે. બિલ ન ભરાતા આખરે વીજ પાણીનું કનેકશન કપાઇ જતાં રહિશોને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે.


આ સમગ્ર કિસ્સો અમદાવાદના ગોતાની વીર સાવરકર હાઈટ્સ-1નો છે. અહીં  રહિશોની મુશ્કેલીમાં કમિટીની ગરબડના કારણે વધારો થયો છે.સોસાયટીના પૂર્વ હોદ્દેદારોએ વીજ –પાણીના બાકી બિલ ન ભરાતા  વીજ કનેકનેકશ કપાઇ ગયા છે. જેના કારણે પાણી ન આવતા આખરે રવિવારની રજાના દિવસો રહિશોએ પાણી માટે લાઇનમાં રહેવા મજબુર બન્યા છે. ઉલ્લેખનિય છે કે,   અમદાવાદના ગોતાની વીર સાવરકર હાઈટ્સ-1માં બાકી બિલ ન ભરાતા વીજળી અને પાણીના  કનેક્શન કપાયા છે.


સોસાયટીના રહિશોએ પૂર્વ ચેયરમેન હર્ષિતા આદેશરા, પૂર્વ સેક્રેટરી પ્રવિણસિંહ પાંડવ વિરૂદ્ધ આરોપ લગાવ્યો છે. પૂર્વ ખજાનચી હસમુખ કડીયા વિરૂદ્ધ પણ ગંભીર  ઉચાપતનો આરોપ મૂકવામાં આવ્યો છે. રહિશોના કહેવા મુજબ સોસાયટીમાં 4 સપ્ટે.થી પાણીના બોરનું કનેક્શન કાપી દેવાતા સોસાયટીના તમામ રહિશો પરેશાન છે. ઉલ્લેખનિય છે કે. વીર સાવકર હાઇટસ 1માં 8 હજાર લોકો રહે છે. જે તમામ પૂર્વ હોંદેદારોની ભ્રષ્ટ નીતિના કારણે પરેશાન છે. પૂર્વ હોદેદાર  15 કરોડના ભંડોળમાંથી પાંચથી છ કરોડની ઉચાપત આરોપ છે.  


આ સોસાયટીમાં બનેલો કિસ્સો દરેક સોસાયટીના રહિશો માટે લાલ બત્તી સમાન છે. સોસાયટીમાં રહેતા લોકોએ વહિવટદારોના વહિવટથી એલર્ટ રહેવું જોઇએ અને સોસાયટીના ચેયરમેન,મંત્રીઓનો વહિવટ ચકાસતા રહેવું જોઇએ. પૂર્વ ચેયરમેનના ગેર  વહિવટથી  આજે 8 હજાર  લોકો  હાલાકી ભોગવી રહ્યાં છે.                                                                                                                                                     


આ પણ વાંચો


Kutch: કચ્છના આ વિસ્તારમાં 4 દિવસમાં 12 લોકોના મોત થતા હાહાકાર,જાણો કઈ બિમારીથી ટપોટમ મરી રહ્યા છે લોકો