મણિનગર ગાદી સંસ્થાનના આચાર્ય પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામીની તબિયત અતિ ગંભીર છે. અત્યારે પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામીને વેન્ટીલેટર પર રખાયા છે. મુંબઈથી આવેલા 3 ડોક્ટરો સ્વામીજીની દેખરેખ રાખી રહ્યા છે. નાજુક સ્થિતિને ધ્યાનમાં રાખી આસપાસના વિસ્તારોમાંથી પણ સંતોને મણિનગર બોલાવી લેવાયા છે.


આચાર્ય પુરૂષોત્તમપ્રિયદાસજીની તબિયત માટે હરિભક્તોના ઘરે ભજન કિતર્ન શરૂ કરી દેવામાં આવ્યા છે. સાત જેટલા સંતો મણિનગર મંદિરમાં જ ભજન કિતર્ન કરી આચાર્ય પુરૂષોત્તમપ્રિય દાસજીના આરોગ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.

આચાર્યની સેવા માટે 3 સંત હોસ્પિટલમાં છે. મહત્વનું છે કે સમગ્ર રાજ્યમાં મણિનગર ગાદી સંસ્થાનના અંદાજે 401 મંદિરો છે. માત્ર અમદાવાદમાં જ મણિનગર ગાદી સંસ્થાનના 7 લાખથી વધુ હરિભક્તો છે.

મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી(પી.પી.સ્વામી)ની તબિયત વધુ બગડી છે. પહેલા ફેફસામાં ઈન્ફેક્શન બાદમાં કિડનીમાં ઈન્ફેક્શન થતાં તબિયત વધુ બગડી છે. સ્વામીજી છેલ્લા 10 દિવસથી સિમ્સ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યા છે.

છેલ્લા ત્રણ દિવસથી પુરુષોત્તમ પ્રિયદાસજી મહારાજ વેન્ટિલેટર પર છે. આચાર્ય પુરૂષોત્તમપ્રિયદાસને સતત બે દિવસ પ્લાઝમા થેરાપી પણ આપવામાં આવી છે. આમ છતાં સ્વાસ્થ્ય હજુ પણ નાજુક છે. ત્યારે આચાર્ય સ્વામીના ઈલાજ માટે ખાસ મુંબઇથી નિષ્ણાંત ડોક્ટર બોલાવાયા છે.