અમદાવાદઃ એક બાજુ શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો બીજી બાજી તેનાથી ઉલટું શહેરમાં માઈક્રોકન્ટેઈન્મેન્ટ વિસ્તારની યાદી લાંબી થતી જઈ રહી છે. હાલમાં અમદાવાદ શહેરમાં કુલ 167 વિસ્તાર માઈક્રો કન્ટેઈન્મેન્ટ હેઠલ આવરી લેવામાં આવ્યા છે. શુક્રવારે આ યાદીમાં વધુ 17 વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે.


મળતી માહીતી મુજબ,મ્યુનિ.દ્વારા અગાઉ જાહેર કરવામાં આવેલા માઈક્રોકન્ટઈન્મેન્ટ વિસ્તારમાંથી બાપુનગરના આનંદ ફલેટમાં કેસ ઘટતા તેને માઈક્રોકનન્ટેઈન્મેન્ટની યાદીમાંથી દુર કરવામાં આવ્યો છે અને નવા 17 વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે.



દક્ષિણ-પશ્ચિમમાં આવેલા જોધપુર,ગોતા ઉપરાંત ઘાટલોડિયા જેવા વિસ્તારમાં પોઝિટિવ કેસ વધતા આ વિસ્તારમાં આવેલા ફલેટ,એપાર્ટમેન્ટના અલગ અલગ બ્લોકમાં આવેલા બે કે તેથી વધુ માળને માઈક્રોકન્ટેઈન્મેન્ટ હેઠળ મુકવામાં આવ્યા છે. જોકે છેલ્લા થોડા દિવસથી અમદાવાદમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે.

અમરાઈવાડીમાં એક જ દિવસમાં 12 પોઝિટિવ કેસ નોંધાયા છે. એમરાઈવાડીમાં આવેલી અનંત સોસાયટીમાં રહેતા એક જ પરિવારના પાંચ સભ્યો કોરોના પોઝિટિવ થયા છે. ઉપરાંત બંગલાવાળી ચાલીમાં ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે.આ તરફ ઓઢવ,વસ્ત્રાલ જેવા વિસ્તારમાં કેસ આવ્યા છે.