અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. બીજી તરફ મોટી સંખ્યામાં લોકો સ્વસ્થ પણ થઈ રહ્યા છે, પરંતુ કેસો વધી રહ્યા હોવાથી શહેરમાં એક્ટિવ કેસોની સંખ્યા ફરી વધી રહી છે. અનલોક-1ની અસરથી એક્ટિવ કેસ 4 હજારે પહોંચવાની શક્યતા છે. અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં 3572 એક્ટિવ કેસ નોંધાયા છે.


શહેરમાં નવા 305 કેસ સાથે અત્યાર સુધી કોરોનાના 16,977 કેસ નોંધાયા છે. ગઈકાલે 199 લોકો સહિત અત્યાર સુધી 12,179 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. તેમજ ૨૧ મોત સાથે અત્યાર સુધી શહેરમાં કોરોનાના કારણે 1226 લોકોના મોત થયા છે.

કયા ઝોનમાં કેટલા નોંધાયા કેસ?

- ઉત્તર અને પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 62- 62 કેસ નોંધાયા
- મધ્ય ઝોનમાં નવા 28 સાથે 394 એક્ટિવ કેસ
- ઉત્તર ઝોનમાં નવા 62 કેસ સાથે 788 એક્ટિવ કેસ
- દક્ષિણ પશ્ચિમ ઝોનમાં નવા 36 કેસ સાથે 282 એક્ટિવ કેસ
- પશ્ચિમ ઝોન નવા 62 કેસ સાથે 753 એક્ટિવ કેસ
- ઉત્તર પશ્ચિમ ઝોનમાં નવા 28 કેસ સાથે 287 એક્ટિવ કેસ
- પૂર્વ ઝોનમાં નવા 52 કેસ સાથે 620 એક્ટિવ કેસ
- દક્ષિણ ઝોનમાં નવા 37 કેસ સાથે 448 એક્ટિવ કેસ