Ahmedabad: અમદાવાદ પોલીસ તરફથી શહેરીજનોને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે, શહેર ટ્રાફિક પોલીસે શહેરીજનો દ્વારા પ્રાપ્ત બમ્પ બનાવવા મુદ્દેની અરજીઓને લઇને મોટો નિર્ણય લીધો છે, ટ્રાફિક પોલીસે શહેરીજનો દ્વારા કરવામાં આવેલી અરજીઓમાંથી મોટાભાગની અરજીઓને નકારી કાઢી છે.  


ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં બમ્પ બનાવવા માટે 179 જેટલી અરજીઓ પેન્ડિંગ છે, અને આ અંગે હવે ટ્રાફિક પોલીસે 573 અરજીઓ નકારીને નકારી કાઢી છે. 


અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા સતત વધી રહી છે. શહેરના ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પૉરેશન અને ટ્રાફિક પોલીસ દ્વારા સંકલન કરી અને કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ શહેરમાં મ્યુનિસિપલ કોર્પૉરેશન અને ટ્રાફિક પોલીસનું ક્યાંય પણ સંકલન ન થતું હોય તેવું જાણવા મળ્યું છે. શહેરમાં એક જગ્યાએ વાહનચાલકો ખૂબ જ ઝડપી વાહન ચલાવતા હોય છે, જ્યાં ટ્રાફિકને કંટ્રોલ કરવા માટે બમ્પ બનાવવાની જરૂરિયાત છે. મ્યુનિસિપલ કોર્પૉરેશનમાં બમ્પ બનાવવા માટેની અરજીઓ મળે છે, જેને ટ્રાફિક પોલીસના અભિપ્રાય બાદ કોર્પોરેશન ત્યાં બમ્પ બનાવતી હોય છે. પોલીસમાં બમ્પ બનાવવા માટેની 139 જેટલી અરજીઓ હાલ પેન્ડિંગ પડી હોવાનું સામે આવ્યું છે.


16 વર્ષમાં 892 જેટલી અરજીઓ મળી​​​​​​​ - 
એડવોકેટ અતિક સૈયદે માંગેલી માહિતી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રાફિક સેલ વિભાગમાં બમ્પ બનાવવા માટે છેલ્લા 16 વર્ષમાં મળેલી અરજીઓ 892 જેટલી હતી, જેમાં ટ્રાફિક પોલીસ દ્વારા 180 જેટલી અરજીઓને મંજૂરી આપવામાં આવી છે. 573 જેટલી અરજીઓને નામંજૂર કરવામાં આવી છે, જ્યારે 179 જેટલી અરજીઓ હાલ પેન્ડિંગ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ વચ્ચે કોઈપણ પ્રકારનું સંકલન નથી કારણ કે, જે અરજી મળે છે તે અરજીનો અભિપ્રાય કેટલા સમયમાં આપવો તેનો કોઈ સમય નક્કી નથી કરવામાં આવ્યો. જેના કારણે 3-8 મહિના જેટલો સમય વીતી જાય છે અને નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડે છે.


બમ્પ બનાવવાની જરૂરિયાત છે ત્યાં બમ્પ બનાવો - 
નાગરિકો અથવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા જ્યારે બમ્પ બનાવવા માટેની અરજી કરવામાં આવે છે ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા હાલમાં 573 જેટલી અરજીઓ નામંજૂર કરી છે. જેથી ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા કરવામાં આવ્યા છે કે, શહેરના મોટાભાગના રોડ પર હાલમાં ટ્રાફિક છે અને ઘણા એવા રોડ છે, જ્યાં બમ્પ બનાવવાની જરૂરિયાત છે પરંતુ, ટ્રાફિક પોલીસ યોગ્ય રીતે અભિપ્રાય આપતી નથી. જેના કારણે નાગરિકો અને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે. બીજી તરફ શહેરમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર રીતે પણ બમ્પ બની ગયા છે. મ્યુનિસિપલ કમિશનર પાસે માગ કરાઈ છે કે, શહેરમાં જ્યાં પણ રોડ પર બમ્પ બનાવવાની જરૂરિયાત છે ત્યાં બમ્પ બને, જેનાથી ટ્રાફિકની સમસ્યા અને અકસ્માત નિવારી શકાય.