અમદાવાદઃ શહેરના ચાંદખેડા વિસ્તારમાં પ્રેમીએ 16 વર્ષીય સગીરા સાથે પરાણે શારીરિક સંબંધો બાંધ્યા પછી અંગત વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ઘરમાં લગાવેલા સીસીટીવી રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી પૈસા અને દાગીના પડાવ્યા હતા. આ અંગે સગીરાની માતાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. 


આ અંગેની વિગતો એવી છે કે, ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સગીરા થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક યુવકના સંપર્કમાં આવી હતી. બંને સોશિયલ મીડિયા પર ચેટ કરતાં બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. દરમિયાન પ્રેમીએ ગર્લફ્રેન્ડને મળવા માટે બોલાવી હતી. સગીરા મળવા આવતાં તેને મિત્રના ઘરે લઈ ગયો હતો. 


અહીં પ્રેમીએ સગીરા સાથે પરાણે શરીરસુખ માણ્યું હતું. તેમજ આ પછી પોત પ્રકાશ્યું હતું. ઘરમાં લગાવેલા સીસીટીવી રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી હતી અને પૈસા અને દાગીના પડાવી લીધા હતા. પોતાની સાથે છેતરપિંડી થતાં સગીરાએ માતાની માતાને વાત કરી હતી. જેથી માતાએ ચાંદખેડા પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 


અમદાવાદ : શહેરના પશ્ચિમ વિસ્તારના 12 વર્ષની સગીરા લાપતા બની હતી. સગીરા ચાર દિવસે ઘરે પાછી ફરી તો ઘટસ્ફોટ થયો છે કે, પાડોશમાં રહેતો યુવક તેને ભગાડી ગયો હતો. જોકે, સગીરાને માતાની યાદ આવતાં યુવક તેને અમદાવાદ રેલવે સ્ટેશને ઉતારી નાસી છૂટયો હતો. 


આ અંગેની વિગતો એવી છે કે, શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતી 12 વર્ષની સગીરા ગત  15 ફેબ્રુઆરીએ સવારે આઠ વાગ્યે સ્કૂલે જવા નીકળ્યા પછી ગુમ થઈ હતી. સગીરાનો મોબાઈલ પણ સ્વિચ-ઓફ આવતો હતો. બે દિવસ પછી એટલે કે,  17મી ફેબ્રુઆરીએ સગીરાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, હું લુધિયાણા પહોંચી છું અને મારે ઘરે આવવું છે.


બીજી તરફ, પોલીસ ફરિયાદ થઈ હોવાથી પોલીસની એક ટીમ તાત્કાલિક લુધિયાણા રવાના થઈ ગઈ હતી. જોકે, 18મીની રાતે દીકરી અમદાવાદ રેલવે સ્ટેશન હોવાની જાણ પરિવારને થઈ હતી. પરિવારજનો અને પોલીસ સગીરાને લાવ્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, સગીરાને ભોળવીને પાડોશમાં રહેતા પરપ્રાંતિય યુવકે પ્રેમનું નાટક કર્યું હતું. તેમજ સગીરા સાથે બે મહિના પહેલા શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા. 


આ પછી વેલેન્ટાઈન ડેના બીજા દિવસે બન્ને ભાગી છૂટયા હતા. જોકે, સગીરાને માતા યાદ આવતાં રડવા લાગી હતી. સગીરા રડવા લાગતા કહેતો પ્રેમી કિશોરીને અમદાવાદ રેલવે સ્ટેશને ઉતારી નાસી છૂટયો હતો. પોલીસે નાસી છૂટેલા યુવકની શોધખોળ શરૂ કરી છે.