અમદાવાદઃ શહેરના ગોમતીપુર વિસ્તારમાં 17 વર્ષીય સગીરા પર ખૂદ તેના બાપાના દીકરાએ દુષ્કર્મ ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો. સગીરાને પ્રેમજાળમાં ફસાવી રાત્રે મળવા બોલાવી હતી અને બાઇક પર બેસાડી અવાવરું જગ્યાએ લઈ જઈ પરાણે શરીરસુખ માણ્યું હતું. તેમજ સગીરાને ખોખરા સર્કલ પર ઉતારી યુવક ઘરે જતો રહ્યો હતો. આ અંગે સગીરાએ પરિવારને જાણ કરતાં ઘરના સભ્યો સ્તબ્ધ થઈ ગયા હતા. આ પછી સગીરાએ યુવક સામે પોલીસ ફરિયાદ કરતાં પોલીસો પોક્સો સહિતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ અંગેની વધુ વિગતો એવી છે કે, શહેરના ગોમતીપુર વિસ્તારમાં 39 વર્ષીય મહિલા પતિ અને દીકરા દીકરી સાથે રહે છે. ગત મંગળવારે રાત્રે 17 વર્ષીય દીકરી ઘરે હાજર ન હોવાથી તેમણે દીકરીને શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન તેમને જાણવા મળ્યું હતું કે, હેલ્થ સ્ટાફ ક્વાટર્સના છોકરાઓ રાતના સમયે અહીં આવ્યા હતા તેમજ સગીરાના મોઢે દુપટ્ટો બાંધી બહાર લઈ ગયા હતા. 


આ પછી પરિવારે અલગ અલગ વિસ્તારોમાં દીકરીની શોધખોળ કરી હતી. જોકે, તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો. દરમિયાન અઠવાડિયા પહેલા સગીરાને તેના મોટા બાપાનો દીકરો બે વખત ભગાડી ગયો હતો. તેમજ સગીરા ખોખરા સર્કલ પાસેથી મળી આવી હતી. સગીરાની માતાએ પૂછપરછ કરતાં તેણે પિતરાઈ ભગાડી ગયો હોવાનું અને અવાવરું જગ્યાએ લઈ જઈને બે વાર પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું જણાવ્યું હતું. તેમજ આ પછી તેને ખોખરા સર્કલ પર ઉતારીને ભાગી ગયો હોવાનું જણાવ્યું હતું. આમ, સગીરાએ પોતાની માતાને સમગ્ર હકિકત જણાવતાં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. 


એટ્રોસિટી કેસમાં સુપર મોડલ એશ્રા પટેલનું શું થયું ? જાણો સેશન્સ કોર્ટે શું આપ્યો આદેશ ?


છોટાઉદેપુર: છોટા ઉદેપુર જિલ્લાના કાવીઠા ગામમાં સરપંચપદની ચૂંટણી લડનારી જાણીતી મોડેલ એશ્રા પટેલ સામે તેમનાં હરીફે જ્ઞાતિવાચક અપમાનજનક શબ્દો ઉચ્ચારવા બદલ  એટ્રોસીટી એક્ટ હેઠળ કેસ કર્યો છે. આ  કેસમાં એશ્રા પટેલ સહિત તમામ 12 આરોપીઓના આગોતરા જામીન મંજુર કરાયા છે.


સેશન્સ કોર્ટે એશ્રા પટેલ અને તેના પિતાના જામીન ગુરુવારે મંજૂર કર્યા હતા. આ પહેલાં 27 ડિસેમ્બરે 10 આરોપીના પણ જામીન મંજૂર થયા હતા.


મોડેલ એશ્રા પટેલ કાવીઠા ગામના સરપંચપદની ચૂંટણી લડી રહી હતી ત્યારે ચૂંટણીના દિવસે જ ઝગડો થયો હતો. એ વખતે હરીફ ઉમેદવારના પતિ એશ્રા પટેલ અને તેના પિતા  સહિતના આરોપીઓ દ્વારા જ્ઞાતિવાચક અપમાનજનક શબ્દો ઉચ્ચારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરીને  સંખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ચૂંટણીમાં એશ્રા પટેલની હાર થઈ હતી.