અમદાવાદઃ લોકડાઉનમાં નોકરી પર રાખેલી પરણીત યુવતી પર સિક્યુરિટી ગાર્ડે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. આ અંગે પરણીતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને જેલભેગો કરી દીધો છે. આરોપીએ પરણીતાને તેનો અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરી હતી. 


આ અંગેની વિગતો એવી છે કે, લોકડાઉનમાં પરણીતાને નોકરીએ રાખી સિકયોરિટી ગાર્ડે બળાત્કાર ગુજાર્યો હતો. જોકે, કોરોના મહામારીમાં નોકરી ન મળતા પરિણીતાએ ગાર્ડનો ત્રાસ સહન કર્યો હતો. પરણીતાની સાથે પતિને પણ નોકરીએ રાખ્યો હતો. હવસની ભુખ સંતોષવા આરોપીએ પરણીતાના પતિને નોકરીમાંથી કાઢી મુક્યો હતો. આરોપીએ પરણીતાના નિર્વસ્ત્ર વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી.કૃષ્ણનગર પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. 

અન્ય એક ઘટનામાં, અમદાવાદમાં માતા તેની બે જુવાનજોધ દીકરી સામે તેના દિયર સાથે શારીરિક સંબંધો બાંધતી હોવાનો કિસ્સો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પતિની ગેરહાજરીમાં દિયર સાથે દીકરીઓની સામે જ બંને રંગરેલિયા મનાવતી હતી. માતાની હરકતોથી કંટાળી બંને બહેનો ઘરેથી નીકળી તેની મિત્રના ત્યાં પહોંચી હતી. તેમજ મહિલા હેલ્પલાઇન અભયમ 181ની મદદ માગતાં હેલ્પલાઇનની ટીમ તેમની પાસે પહોંચી હતી. બીજી તરફ પિતાને આ અંગે જાણ થતાં તેમને આઘાત લાગ્યો હતો. માતા દિયર સાથે રહેવા માગતી હોય અને દીકરીઓ સાથે રહેવા ન માંગતી હોવાથી પિતા દીકરીઓને લઈ વતનમાં જતા રહેતાં સમાધાન થયું હતું.


આ અંગેની વિગતો એવી છે કે, મહિલા હેલ્પલાઇન અભયમ 181માં ફોન આવ્યો હતો કે 16 અને 21 વર્ષની બે બહેનો પોતાનું ઘર છોડી અમારા ત્યાં આવી છે. ફોન આવતાં મહિલા હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક નારોલ પહોંચી હતી. માતાની હરકતોથી કંટાળીને આવેલી બંને બહેનો ખૂબજ રડી રહી હતી. હેલ્પલાઇનની ટીમે તેમને સાંત્વના આપીને પૂછપરછ કરી હતી. બહેનોએ જણાવ્યું હતું કે તેઓ મૂળ ઉત્તરપ્રદેશની છે અને ગુજરાતમાં અમદાવાદ ખાતે મજૂરીકામ માટે આવ્યા છે. તેઓ સંયુક્ત પરિવારમાં રહે છે. તેમના પરિવારમાં માતા-પિતા, કાકા અને ભાઈ રહે છે. તેમના કાકા અપરિણીત છે.


તેમણે મહિલા હેલ્પલાઇનને જણાવ્યું હતું કે, તેઓ નાની હતી ત્યારથી જ માતા અને કાકા વચ્ચે અફેર છે. બંને ઉંમરલાયક હોવા છતા તેમની સામે જ શરીરસુખ માણતાં હતાં. તેમને આવી હરકતો કરવાની ના પાડી તો બંનેએ ભેગા મળી ધમકી આપી હતી. બંને બહેનો માતા અને કાકાની આ હરકોથી કંટાળી ગયા હતા. તેમજ બંને ગોતાથી ઘર છોડી નારોલ ખાતે પહોંચી ગઈ હતી. 


મહિલા હેલ્પલાઇને બંને બહેનોને સાંત્વના આપી હતી. તેમજ માતા-પિતાનો સંપર્ક કરી બોલાવ્યાં હતાં. પિતાને જાણ થતાં તેમને ખૂબ જ આઘાત લાગ્યો હતો. તેમની માતાનું પણ કાઉન્સેલિંગ કરાયું હતું. તેઓ પોતાના દિયર સાથે જ રહેવા માગતાં હતાં, જ્યારે બંને બહેનો તેમની સાથે રહેવા તૈયાર નહોતી. અંતે પિતા તેમને લઈ વતનમાં ઉત્તરપ્રદેશ જવા તૈયાર હતા. પિતાની બાંયધરી લઈ બંને બહેનોને પિતા સાથે વતનમાં મોકલી આ વાતનો અંત લાવ્યા હતા.