અમદાવાદઃ ગુજરાતમાં આગામી 21મી ફેબ્રુઆરીએ 6 મનપાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશનમાં ભાજપના એક ઉમેદવાર ચૂંટણી પહેલા જ વિજેતા બની ગયા છે. વાત એવી છે કે, નારણપુરા OBC પછાતવર્ગમાં માત્ર ભાજપ અને કોંગ્રેસના બે જ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.


જોકે, કોગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા બિનહરિફ થયા છે. નારણપુરા ભાજપના ઉમેદવાર બ્રિન્દા સુરતી બિનહરીફ થયા છે. જેને કારણે તેઓ વગર મતદાને વિજેતા બની ગયા છે. તેમની સામે કોઈ ઉમેદવાર ન હોવાથી તેઓ વિજેતા બન્યા છે.

નોંધનીય છે કે, નારણપુરા વોર્ડમાં બક્ષીપંચ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકા રાવલે ફોર્મ પાછું ખેંચ્યું હતું. ફોર્મ પરત ખેંચ્યા પછી ચંદ્રિકા રાવલ સંપર્ક વિહોણા થયા છે. નારણપુરા વોર્ડમાં મહિલા બક્ષીપંચની બેઠક અનામત રાખવામાં આવી છે.