અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં માત્ર 410 કેસ નોંધાયા હતા અને માત્ર એક જ વ્યક્તિનું મોત થયું હતું. રાજ્યમાં કોરોનાના ઘટી રહેલા કેસના કારણે મોટાભાગની હોસ્પિટલમાં બેડ ખાલી પડ્યા છે. અમદાવાદમાં 10 મહિના બાદ 24 કલાકમાં એક પણ વ્યક્તિનું મોત થયું નહોતું, જેને લઈ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 89, સુરત કોર્પોરેશનમાં 69, વડોદરા કોર્પોરેશનમાં 65, રાજકોટ કોર્પોરેશનમાં 45, વડોદરામાં 21, સુરતમાં 16, રાજકોટમાં 14, કચ્છમાં 10, ભરૂચ અને જુનાગઢ કોર્પોરેશનમાં 7-7, દાહોદમાં 6, ગાંધીનગરમાં 5, ગાંધીનગર કોર્પોરેશન-જુનાગઢ-પંચમહાલ-સાબરકાંઠામાં 4-4 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 704 લોકો ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જેના કારણે કુલ ડીસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 2,50,056 પર પહોંચી છે. રાજ્યમાં હાલ 4665 એક્ટિવ કેસ છે, જેમાંથી 48 લોકો વેન્ટિલેટર પર અને 4617 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4376 પર પહોંચ્યો છે.

રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 96.51 ટકા છે.  દાહોદ, પોરબંદર, ગાંધીનગર કોર્પોરેશન, આણંદ, મહીસાગર, છોટા ઉદેપુરમાંથી એક પણ વ્યક્તિને આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા નહોતા.બનાસકાંઠા, પાટણ, તાપીમાં એક પણ કેસ નોંધાયો નહોતો. જ્યારે વલસાડ, નવસારી, દેવભૂમિ દ્વારકા, છોટા ઉદેપુર અને અરવલ્લીમાં એક-એક કેસ નોંધાયો હતો.

ધ્રાંગધ્રા હળવદ રોડ પર કાર પર ચઢી ગઈ ST બસ, કારનો કચ્ચરઘાણ વળી જતાં ચાર લોકોના થયા મોત

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું, જાણો મોટા સમાચાર

ખેડૂતોની ટ્રેકટર પરેડને લઈ દિલ્હી પોલીસે આપ્યું મોટું નિવેદન, કહ્યું- પાકિસ્તાન.......