અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપે ટિકિટ ના આપતાં અમદાવાદના ચાંદલોડિયા વોર્ડનાં મુક્તાબહેન મિસ્ત્રી નામના દાવેદારે  ભાજપના ટોચના નેતા સુરેન્દ્ર પટેલને ફોન કરીને કરેલી વાતચતની કહેવાતી એક ઓડિયો ટેપ વાયરલ થઈ છે.

ગુજરાતના ટોચના અખબાર તથા વેબસાઈટના અહેવાલ પ્રમાણે આ ઓડિયો ટેપમાં મહિલા દાવેદાર પોતાની ટિકિટ કપાઈ એ માટે સુરેન્દ્રકાકાને જવાબદાર ગણાવે છે અને તેમના ઘરે જઈને આત્મહત્યાની ધમકી આપે છે. આ મહિલા એવો સવાલ પણ કરે છે કે, રાજેશ્વરીને ટીકીટ મળે એમાં તમને શું રસ હતો...

આ ઉપરાંત મહિલા એવું પણ કહે છે કે, સાહેબ હું પથારી ગરમ કરવાવાળી વ્યક્તિ નથી એટલું સમજી લેજો. મહિલા કહે છે કે, તમે મારા વિસ્તારમાં આવ્યા હતા. તમે મારી ટિકિટ કઇ રીતે કાપી ?   હું અત્યારે ખાનપુર કાર્યાલય પર જ ઊભી છું. મારું નામ છેક સુધી હતું. તમને રાજેશ્વરી એટલી બધી કેવી રીતે વહાલી લાગી ગઇ કે તેને ટિકિટ અપાવી દીધી.