અમદાવાદઃ ગુજરાતમાં આગામી 21મી ફેબ્રુઆરીએ 6 મનપાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશનમાં ભાજપમાંથી કોને ટિકિટ મળશે, તેના પર સૌની નજર મંડાયેલી છે. પાટીલે બનાવેલા વયમર્યાદા અને ત્રણ ટર્મથી વધુને નિયમ બાદ 34 કાઉન્સિલરોના પત્તા કપાઇ શકે છે.
વયમર્યાદા ધરાવતા 12 કાઉન્સીલરોના પત્તા કપાશે, જેમાં ચાંદખેડા વોર્ડના જયંતિ જાદવ વયમર્યાદા, સાબરમતી વોર્ડના ચંચળ પરમાર ત્રણ ટર્મના કારણે, સરદાર પટેલ સ્ટેડિયમ પ્રમોદા સુતરિયા અને ઇલાબેન શાહ વયમર્યાદા, કુબેરનગર વોર્ડના કલાબેન યાદવ અને તારાબેન પટેલ વયમર્યાદામાં કપાશે.
વોર્ડના કાઉન્સિલર પ્રવીણ પટેલ વયમર્યાદાના કારણે કપાશે. સરદારનગર વોર્ડના બીપીન સિક્કા ચાર ટર્મ, જોધપુર વોર્ડના મીનાક્ષી પટેલ અને રશ્મિકાંત શાહ વયમર્યાદામાં કપાશે. નિકોલ વોર્ડના હીરાબેન પટેલ વયમર્યાદાના કારણે કપાશે. ખાડિયા વોર્ડમાં ચારેય કાઉન્સિલરના માથે લટકતી તલવાર છે.
કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ, મયુર દવે અને ભાવના નાયક ત્રણ ટર્મના કારણે અને જયશ્રી પંડ્યા વયમર્યાદાન કારણે કપાશે. પાલડી વોર્ડના કાઉન્સિલર બીજલ પટેલ ત્રણ ટર્મના કારણે કપાશે. વાસણા વોર્ડના કાઉન્સિલર જયશ્રી જાગરિયા અને અમિત શાહ વયમર્યાદાના કારણે કપાશે. સરખેજ વોર્ડમાં જેઠીબેન ડાંગર કપાશે. મણિનગર વોર્ડમાં અમુલ ભટ્ટ વયમર્યાદાના કારણે અને નિશા ઝા ટર્મના કારણે કપાશે. વસ્ત્રાલ વોર્ડમાં મધુ પટેલ ચાર ટર્મના કારણે કપાશે.
Ahmedabad : પાટીલે બનાવેલા નિયમ પ્રમાણે ઉમેદવારોની જાહેરાત થાય તો કોના કોના કપાશે પત્તા?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Feb 2021 10:50 AM (IST)
પાટીલે બનાવેલા વયમર્યાદા અને ત્રણ ટર્મથી વધુને નિયમ બાદ 34 કાઉન્સિલરોના પત્તા કપાઇ શકે છે. પાલડી વોર્ડના કાઉન્સિલર બીજલ પટેલ ત્રણ ટર્મના કારણે કપાશે.
ફાઇલ ફોટો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -