અમદાવાદ ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે શહેરના ખોખરા વિસ્તારમાં આવેલા ત્રિમૂર્તિ ફ્લેટમાં ચાલી રહેલા જુગારધામ પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં પોલીસે 12 લોકોને રંગેહાથે ઝડપીને તેમની પાસેથી અંદાજે 1.43 લાખનુ મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, શહેરમાં જુગારધામો પર રેડનો સિલસિલો શરૂ થયો છે. જે અનુસાર ક્રાઇમ બ્રાંચે શિવરંજની બાદ ખોખરામાં આઠ જુગારધામનો મોટો પર્દાફાશ કર્યો છે.